અરબાઝે એમ પણ કહ્યું કે, તેનો પરિવાર હંમેશા સટ્ટો લગાવવાની ના પાડતું હતું. પરિવાર આ કામને ખોટું માનતું હતું પરંતુ શોખ માટે ક્રિકેટ મેચમાં કરોડો રૂપિયાનો ખેલ કરતો હતો. પારિવારિક તણાવના કારણે હું સટ્ટાબાજીમાં સામેલ થઈ હયો હતો. મારી પત્ની મલાઇકા પણ હંમેશા આ વાતનો વિરોધ કરતી હતી.
2/5
પોલીસ પૂછપરછમાં અરબાઝે સોનૂ સાથે લિંક હોવાની વાત સ્વીકારી છે પરંતુ તેને ક્યારે મળ્યો હોવાનું યાદ નથી. સોનૂ સાથે કોણે મુલાકાત કરાવી હતી તે પણ યાદ નથી.
3/5
આ સવાલનો જવાબ પર અરબાઝે કહ્યું કે, તેણે ન માત્ર આઈપીએલ મેચો પર પરંતુ આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ સટ્ટો લગાવ્યો હતો. આઈપીએલ સટ્ટામાં તે આશરે 2.75 કરોડ રૂપિયા હારી ગયો હતો. તે 4-5 વર્ષથી સટ્ટો રમતો હતો.
4/5
મુંબઈઃ બોલિવૂડ એક્ટર અને નિર્માતા અરબાઝ ખાને ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં સટ્ટો લગાવવાની વાત સ્વીકારી છે. ઉપરાં તેણે આંતરરાષ્ટ્રીય બુકી સોનૂ ઝાલાન સાથે વાતચીત અને લિંકનો પણ સ્વીકાર કર્યો છે. ઠાણે પોલીસની ક્રાઇમ બ્રાંચે 3 કલાકથી વધારે સમય અરબાઝ ખાનની પૂછપરછ કરી હતી.
5/5
અરબાઝ ખાનને બુકી સોનૂ સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેના 5 સવાલના જવાબ આપીને અરબાઝ ફસાઇ ગયો હતો. અરબાઝને પૂછવામાં આવ્યું હતું કે (1) શું તમે સોનૂ સાથે સટ્ટો લગાવ્યો હતો ? (2) તમે સોનૂને કેવી રીતે ઓળખો છો ? (3) શું આ અંગે તમારા પરિવારને ખબર હતી ? (4) અત્યાર સુધી કેટલી રકમનો સટ્ટો લગાવ્યો છે ? (5) શું સોનૂએ ફોન પર ધમકી આપી હતી ?