Bollywood : ફિલ્મ સેટ પર દુર્ઘટના,VD 18ના શૂટિંગ દરમિયાન વરૂણ ધવન થયો ઘાયલ, શેર કર્યો વીડિયો
હાલ વરૂણ ધવન ફિલ્મ VD18ના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ ફિલ્મના સેટ પર દુર્ઘટના સર્જાતા તે ઘાયલ થયા હતા. જાણીએ શું છે મામલો
Bollywood :વરૂણ ધવન હાલ તેમની અપ કમિંગ ફિલ્મ VD18ના શૂટિંગમાં વ્યસ્ત છે. જો કે આ ફિલ્મના સેટ પર દુર્ઘટના સર્જાતા વરૂણ ધવનના પગમાં ઇજા પહોંચી છે. એક્ટરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને હેલ્થ અપડેટ શેર કર્યું છે.
વરૂણ ધવને વીડિયો તેમના ઇન્સ્ટા અકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તેમણે કહ્યું કે, હું ફિલ્મ સેટ પર શૂટમાં વ્યસ્ત હતો મને ખબર જ ન રહી કે મને કેવી રીતે ઇજા પહોંચી. મારા પગમાં ઇજા પહોંચી છે અને હાલ આ કરી રહ્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વરુણ તેના ઈજાગ્રસ્ત પગને બરફના પાણીથી ભરેલા બેસિનમાં ડુબાડે છે. વરુણે કહ્યું કે તે બરફના પાણીમાંથી ઝડપથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે કહ્યું કે આ પ્રક્રિયાને કારણે તે ઠંડક અનુભવી રહ્યો છે.
એટલી નિર્માતા મુરાદ ખેતાની સાથે મળીને એક્શનથી ભરપૂર મનોરંજક ફિલ્મ VD18 પર કામ કરી રહ્યાં છે. VD18 માં કીર્તિ સુરેશ અને વામીકા ગબ્બી સાથે વરુણ ધવન પણ છે. આ ફિલ્મ 31 મે 2024ના રોજ રિલીઝ થશે. પહેલીવાર એટલી અને વરૂણ ધવન સાથે કામ કરી રહ્યા છે. વરૂણ ધવને ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, એકશનથી ભરપુર એક મનોરંજક ફિલ્મ છે.આ ફિલ્મ અનેક આનંદદાયક પળો આપશે. ફિલ્મને હું મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરી રહ્યો છું.
ફિલ્મ મામલે પ્રોડકશન સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, વરુણ આ ફિલ્મના પ્રોમોનું શૂટિંગ મુંબઈમાં કરશે અને તે જ શેડ્યૂલમાં કેટલીક મહત્વપૂર્ણ સિક્વન્સ પણ શૂટ કરશે. ફિલ્મની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ સાથે, નિર્માતા પ્રોમોની સાથે ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવાની યોજના પર પણ કામ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક્શન અને ડ્રામાથી ભરપૂર મનોરંજક પ્રોમો હશે.