Shah Rukh Khan Son Aryan Khan Release: આર્યન ખાનને 28 દિવસ બાદ આ શરતો પર જેલમાંથી મળી છે મુક્તિ
મુંબઇ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જામીન મળ્યાં બાદ આજે 27 દિવસ બાદ મુંબઇના આર્થર રોડ જેલથી મુક્ત થઇને આર્યન ઘરે પહોચ્યાં.
Shah Rukh Khan Son Aryan Khan Release:મુંબઇ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જામીન મળ્યાં બાદ આજે 27 દિવસ બાદ મુંબઇના આર્થર રોડ જેલથી મુક્ત થઇને આર્યન ઘરે પહોચ્યાં.
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, મોડલ મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને બોમ્બે હાઈકોર્ટે ડ્રગ્સ કેસમાં જામીન આપ્યા છે. આર્યન મુંબઈની આર્થર રોડ જેલમાં કેદ હતો. આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને NCB ટીમે 2 ઓક્ટોબરના રોજ ક્રૂઝમાંથી અટકાયતમાં લીધા હતા
મન્નતમાં ખુશીનો માહોલ
28 દિવસ બાદ આખરે આર્યન આખરે ઘરે પહોંચતા મન્નત બહાર ફેન્સનો જમાવડો જોવા મળ્યું. ઢોલ નગારાથી આર્યનનું સ્વાગત કરવામાં આવ્યું. મન્નતને પણ બ્લ્યૂ લાઇટિંગથી ડેકોરેટ કરવામાં આવ્યું છે.
આર્થર રોડ જેલના અધિકારીના જણાવ્યા અનુસાર આર્યન ખાન તેની મુક્તિથી ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. આર્યન ખાને જતાં પહેલા અન્ય કેદીઓને મળ્યો હતો અને ગળે લગાડ્યા. આ પહેલા આર્યનએ અધિકારીઓને રિલીઝનો સમય પૂછ્યો હતો. આર્યન ખાનને સવારે 11 વાગે રિલીઝ કરવામાં આવ્યો હતો. 2 ઓક્ટોબરના દરોડા બાદ આર્યનને લાંબો સમય જેલમાં પસાર કરવો પડ્યો છે. 28 દિવસ આર્યન માટે સરળ ન હતા જો કે હજું પણ મુશ્કેલીનો અંત નથી આવ્યો કારણ કે, કારણ કે આર્યનને માત્ર જામીન મળ્યા છે, કેસમાંથી છૂટકારો નથી મળ્યો. તેમને કેટલીક શરતો પર જામીન મળી છે.
આર્યન ખાન જેલમાંથી આ શરતો પર થયો મુક્ત
- આર્યન ખાન તપાસ અધિકારીને જાણ કર્યા વિના મુંબઈ છોડી શકશે નહીં.
- દર શુક્રવારે એનસીબી ઓફિસમાં સવારે 11થી 2ના સમય દરમિયાન હાજરી આપવી પડશે.
- કોઇ બીજા આરોપીના સંપર્કમાં રહેવા પર પ્રતિબંધ છે.
- તપાસ સંબંધિત વાતો સોશિયલ મીડિયા પર કે અન્ય રીતે શેર નહીં કરી શકે.
- આર્યનને તેમનો પાસપોર્ટ સ્પેશિયલ NDPS કોર્ટને જમા કરવાનો રહેશે
- કોર્ટની મંજૂરી વિના દેશની બહાર નહીં જઇ શકે.