(Source: ECI/ABP News/ABP Majha)
Shah Rukh Khan Son Aryan Khan Release: હાઇસિક્યુરિટી અને નીચી નજર સાથે આર્યન ખાન આવ્યો જેલની બહાર, જુઓ વીડિયો
Shah Rukh Khan Son Aryan Khan Release: શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આર્થર રોડ જેલમાંથી પોતાના ઘર મન્નત જવા રવાના થયો છે.
Shah Rukh Khan Son Aryan Khan Release: શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આર્થર રોડ જેલમાંથી પોતાના ઘર મન્નત જવા રવાના થયો છે.
શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન આર્થર રોડ જેલમાંથી પોતાના ઘર મન્નત જવા રવાના થયો હતો. આવી સ્થિતિમાં જેલમાંથી છૂટ્યાં બાદ તેની પ્રથમ તસવીરો સામે આવી છે. શાહરૂખ ખાન પોતે પોતાના કાફલા સાથે આર્યન ખાનને લેવા આર્થર રોડ જેલ પહોંચ્યો હતો. જેલ અને શાહરૂખના ઘર મન્નતની બહાર મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આ સાથે હાઇ સિક્યુરિટી પણ જોવા મળી.
મુંબઇ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જામીન મળ્યાં બાદ આજે 27 દિવસ બાદ મુંબઇના આર્થર રોડ જેલથી મુક્ત થઇ ગયો છે. અહીં જુઓ આર્યન ખાનની તસવીર અને વીડિયો
ખૂબ જ ખુશ છે આર્યન ખાન
આર્થર રોડ જેલના અધિકારીના જણાવ્યા અનુસાર આર્યન ખાન તેની મુક્તિથી ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. આર્યન ખાને જતાં પહેલા અન્ય કેદીઓને મળ્યો હતો અને ગળે લગાડ્યા. આ પહેલા આર્યનએ અધિકારીઓને રિલીઝનો સમય પૂછ્યો હતો. આર્યન ખાનને સવારે 11 વાગે રિલીઝ કરવામાં આવ્યો હતો. 2 ઓક્ટોબરના દરોડા બાદ આર્યનને લાંબો સમય જેલમાં પસાર કરવો પડ્યો છે. 28 દિવસ આર્યન માટે સરળ ન હતા જો કે હજું પણ મુશ્કેલીનો અંત નથી આવ્યો કારણ કે, કારણ કે આર્યનને માત્ર જામીન મળ્યા છે, કેસમાંથી છૂટકારો નથી મળ્યો.
Aryan Khan walks out of Mumbai's Arthur Road Jail few weeks after being arrested in drugs-on-cruise case pic.twitter.com/tdYosUZ2nP
— ANI (@ANI) October 30, 2021
#WATCH Aryan Khan released from Mumbai's Arthur Road Jail few weeks after being arrested in drugs-on-cruise case pic.twitter.com/gSH8awCMqo
— ANI (@ANI) October 30, 2021
આર્યન ખાન જેલમાંથી આ શરતો પર થયો મુક્ત
- આર્યન ખાન તપાસ અધિકારીને જાણ કર્યા વિના મુંબઈ છોડી શકશે નહીં.
- દર શુક્રવારે એનસીબી ઓફિસમાં સવારે 11થી 2ના સમય દરમિયાન હાજરી આપવી પડશે.
- કોઇ બીજા આરોપીના સંપર્કમાં રહેવા પર પ્રતિબંધ છે.
- તપાસ સંબંધિત વાતો સોશિયલ મીડિયા પર કે અન્ય રીતે શેર નહીં કરી શકે.
- આર્યનને તેમનો પાસપોર્ટ સ્પેશિયલ NDPS કોર્ટને જમા કરવાનો રહેશે
- કોર્ટની મંજૂરી વિના દેશની બહાર નહીં જઇ શકે.