Avatar 2 Trailer: જેમ્સ કેમરુનની ફિલ્મ અવતાર 2 નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
જેમ્સ કેમરૂન (James Cameron) ની ફિલ્મ 'અવતાર 2'ના દર્શકો માટે ખૂબ જ સારા સમાચાર છે. જેની ખુબ રાહ જોવાઈ રહી હતી તે ફિલ્મ 'અવતાર 2'નું ટીઝર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
Avatar 2 Trailer Released Avatar The Way of Water: જેમ્સ કેમરૂન (James Cameron) ની ફિલ્મ 'અવતાર 2'ના દર્શકો માટે ખૂબ જ સારા સમાચાર છે. જેની ખુબ રાહ જોવાઈ રહી હતી તે ફિલ્મ 'અવતાર 2'નું ટીઝર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 'અવતાર 2'ના ટ્રેલરનો આ ટીઝર વીડિયો રિલીઝ થતાની સાથે જ તે ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયો છે. આ સાથે જ 'અવતાર 2'ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ અવતારની અવતાર સિક્વલના નામની જાહેરાત કરવામાં આવી હતી. 'અવતાર'ની પ્રથમ સિક્વલનું નામ 'અવતારઃ ધ વે ઓફ વોટર' છે.
દર્શકોની લાંબી રાહ બાદ હવે આખરે મેકર્સ દ્વારા 'અવતાર 2'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. લગભગ 1 મિનિટ 38 સેકન્ડના આ ટ્રેલર વીડિયોને 'અવતાર'ના ઓફિશિયલ પેજ પર શેર કરવામાં આવ્યો છે. જેને નિર્માતાઓએ ટીઝર ટ્રેલર નામ આપ્યું છે. ફિલ્મના આ ટ્રેલર વિડિયોમાં 'અવતાર 2'ની વાર્તા વિશે વધારે જણાવવામાં આવ્યું નથી, પરંતુ ફિલ્મના અદ્ભુત દ્રશ્યો જોયા પછી તમને તમારી નજર હટાવવાનું મન થશે નહીં.
“Wherever we go, this family is our fortress.”
— Avatar (@officialavatar) May 9, 2022
Watch the brand-new teaser trailer for #Avatar: The Way of Water. Experience it only in theaters December 16, 2022. pic.twitter.com/zLfzXnUHv4
આખા ટીઝર વીડિયોમાં એક લાઈન ચોક્કસપણે સંભળાઈ રહી છે. જેમાં જેક કહેતા સાંભળવા મળે છે કે હું એક વાત જાણું છું. આપણે જ્યાં પણ જઈએ, આ પરિવાર આપણું સૌથી મજબૂત મકાન છે. આ સાથે જ આ વીડિયોમાં જેક અને નેતિરીના ઉડતા દ્રશ્યો અદ્ભુત રીતે બતાવવામાં આવ્યા છે. અવતારની જેમ જ અવતાર 2 પણ નવી દુનિયામાં લઈ જઈને એક અલગ જ અનુભવ કરાવશે તેવી ચર્ચા હાલ સોશિયલ મીડિયા પર થઈ રહી છે.
ફિલ્મ અવતાર 2ના આ ટ્રેલર વીડિયોની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. અવતાર 2 આ વર્ષે 16 ડિસેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના આ ટ્રેલર વીડિયોએ દર્શકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધારી દીધી છે.