શોધખોળ કરો
Advertisement
આયુષ્માન ખુરાના આગામી ફિલ્મમાં ગાયનેકોલોજિસ્ટ બનશે! અલાયા ફર્નિચરવાલા પણ હશે ફિલ્મમાં
આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે અલાયા ફર્નિચરવાલા જોવા મળશે. અલાયા તાજેતરમાં જ સૈફ અલી ખાનની ફિલ્મ 'જાવાની જાનમન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
મુંબઈ : બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના તેની ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'ની સફળતાના કારણે ખૂબ જ ખુશ છે. હાલ અભિનેતા તેની ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. શુભ મંગલ જ્યાદા સાવધાન ફિલ્મમાં આયુષ્માન ગેની ભૂમિકામાં જોવા મળ્યો હતો.
બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના આ પહેલા પણ અનેક પ્રકારના પડકારજનક ભૂમિકામાં જોવા મળ્યો છે. હવે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આયુષ્માન ખુરાના એક અલગ જ અંદાજમાં જોવા મળશે. આયુષ્માન તેની આગામી ફિલ્મમાં ગાયનેકોલોજિસ્ટની ભૂમિકામાં જોવા મળશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આયુષ્માન ખુરાના તેના આગામી પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. તેની આગામી ફિલ્મમાં તે ગાયનેકોલોજિસ્ટની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા એક સામાજિક કોમેડી હશે, જેનું નામ સ્ત્રી રોગ વિભાગ હશે. આયુષ્માનનો આગળનો પ્રોજેક્ટ જંગલી પિક્ચર સાથે હશે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે અલાયા ફર્નિચરવાલા જોવા મળશે. અલાયા તાજેતરમાં જ સૈફ અલી ખાનની ફિલ્મ 'જાવાની જાનમન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement