આયુષ્યમાની આ ફિલ્મે છઠ્ઠા અઠવાડિયે 5.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે આટલી બધી કમાણી કરનારી 10 વર્ષની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. જ્યારે ‘બાહુલીએ’ છઠ્ઠા અઠવાડિયે ફક્ત 3.35 કરોડની કમાણી કરી હતી. તો આમિર ખાનની ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’ની હાલત તો ઘણી જ ખરાબ રહી છે.
2/5
આયુષ્યમાન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મે પાંચ સપ્તાહમાં એક નવો મુકામ હાંસલ કરી લીધો છે. જેના કારણે બાહુબલી અને પદ્માવત જેવી મોટી કમાણીવાળી ફિલ્મો પાછળ છૂટી ગઈ છે. આયુષ્યમાનની આ ફિલ્મે કુલ ઓલઓવર 200 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મને રીલીઝ થયે 6 અઠવાડિયા થઈ ચુક્યા છે, પરંતુ હજુ પણ ફિલ્મ સારી કમાણી કરી રહી છે.
3/5
ફિલ્મ ‘બધાઈ હો’ 18 ઑક્ટોબરે રીલીઝ થઇ હતી. જે એક મોટી ઉંમરની મહિલાની પ્રેગ્નેંટ થવાની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મે ભારતમાં 132 કરોડની કમાણી કરી લીધી છે. પ્રથમ અઠવાડિયે લગભગ 65.33 કરોડની કમાણી કરી હતી. બીજા અઠવાડિયે 27.56 કરોડ, ત્રીજા અઠવાડિયે 15.22 કરોડ, ચોથા અઠવાડિયે 10.43 કરોડ, 5માં અઠવાડિયે 7.65 કરોડ અને છઠ્ઠા અઠવાડિયે 5.75 કરોડની કમાણી કરી છે.
4/5
‘બાહુબલી: ધ કન્ક્લૂઝન’ ભારતીય સિનેમાની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ છે. પણ બહુપ્રતિભાશાળી એક્ટર આયુષ્યમાન ખુરાનાએ 25 કરોડમાં બનેલી ફિલ્મ ‘બધાઈ હો’એ બીગ બજેટવાળી ફિલ્મોને ધૂળ ચટાડી દીધી છે અને 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. એટલું જ નહીં આ ફિલ્મે ‘બાહુબલી’નો પણ રેકોર્ડ તોડી દીધો છે.
5/5
મુંબઇ: હાલમાં બોલિવૂડમાં સારા કંન્ટેન્ટ વાળી ફિલ્મોનો દોર ચાલી રહ્યો છે. જ્યાં એક બાજુ મોટા સુપરસ્ટાર્સની બીગ બજેટવાળી ફિલ્મો ફ્લોપ થઇ રહી છે ત્યાં નાના બજેટવાળી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. ત્યારે એક એવા એક્ટરની ફિલ્મે બાહુબલીને પછાડી ઇતિહાસ રચી દીધો જેની કદાચ કોઈને કલ્પના પણ નહીં કરી હોય. આ એક્ટર છે આયુષ્યમાન ખુરાના.