શોધખોળ કરો

HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?

HMPV Virus Guidelines: શિયાળામાં શરદી-ફ્લૂ જેવા લક્ષણો સામાન્ય, ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી; રાજસ્થાનનો એક કેસ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ.

HMPV virus guidelines: ચીનમાં માનવ મેટાળ્યુમોવાઈરસ (HMPV)ના પ્રકોપ અંગેના સમાચારો બાદ, DGHS, NCDC, MoH&FW અને ભારત સરકારે તા.૦૩/૦૧/૨૦૨૫ના રોજ નિવેદન આપ્યું છે કે HMPV અન્ય શ્વસન વાયરસ જેવો જ છે, જે શિયાળામાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં જોવા મળે છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે.

ચીનમાં ફેલાયેલા HMPV (Human Metapneumovirus)નો પ્રથમ કેસ હવે ગુજરાતમાં નોંધાયો છે. કર્ણાટક બાદ ગુજરાતમાં આ વાયરસનો પ્રથમ કેસ અમદાવાદમાં સામે આવ્યો છે, જ્યાં ચાંદખેડામાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બે મહિનાનું બાળક આ વાયરસથી સંક્રમિત જણાયું છે. બે મહિનાનું બાળક ૨૪ ડિસેમ્બરના રોજ ઓરેન્જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં બાળકને ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું, પરંતુ શ્વાસ લેવામાં વધુ તકલીફ થતાં ૨૬ ડિસેમ્બરથી પાંચ દિવસ સુધી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. એવો આરોપ છે કે હોસ્પિટલના સંચાલકોએ બાળક HMPVથી સંક્રમિત હોવાની માહિતી છુપાવી હતી. આ બાળક મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાલવા તાલુકાના રિચા ગામનું હોવાનું જાણવા મળ્યું છે.

આરોગ્ય વિભાગની નાગરિકોને અપીલ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોથી રક્ષણ મેળવવા માટે શું કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે:

શું કરવું:

  • જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોં અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
  • નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા અથવા સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
  • ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
  • તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
  • વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
  • મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
  • બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું.
  • શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ન કરવું:

  • જરૂરી ન હોય તો આંખ, કાન કે મોંને સ્પર્શ કરવો નહીં.
  • ચેપગ્રસ્ત વ્યક્તિની વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું.
  • જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

આ પણ વાંચો....

આ લોકો માટે HMPV વાયરસ ચિંતાજનક છે – આરોગ્ય મંત્રિ ઋષિકેશ પટેલનું નિવેદન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Embed widget