શોધખોળ કરો
કોરોના પર આયુષ્માન ખુરાનાએ લખી ભાવુક કવિતા, લોકોને આપ્યો ખાસ સંદેશ
બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાએ હાલની પરિસ્થિતિ પર એક કવિતા લખી છે.
મુંબઈ: સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસના સંકટનો સામનો કરી રહ્યું છે. દરેક લોકો માનસિક રીતે તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા છે. એવામાં સરકારથી લઈને બોલીવૂડ સ્ટાર્સ પણ લોકોને આ સંકટના સમયમાં હિમ્મત આપી રહ્યા છે. બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાએ હાલની પરિસ્થિતિ પર એક કવિતા લખી છે.
આયુષ્માન ખુરાના એક શાનદાર એક્ટરની સાથે-સાથે સિંગર પણ છે. આયુષ્માન ખુરાનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કવિતા શેર કરી છે. સાથે જ તેણે આ કવિતા સાથે પોતાની પોસ્ટ પણ લખી છે. જેથી ફેન્સ વાંચી પણ શકે.
તેની આ કવિતાનું નામ છે- હમકો તો સિર્ફ ઘર પર રહના હૈ. આયુષ્માનની આ કવિતા હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. ચાહકોની સાથે સાથે આ કવિતાને બોલીવૂડ અભિનેતા ઋિતિક રોશન અને કૃતિ સેનન જેવા કલાકારઓ પણ પસંદ કરી છે. આ પહેલા પણ આયુષ્માન કવિતા લખી ચૂક્યો છે. આયુષ્માન અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ગુલાબો સિતાબોમાં જોવા મળશે, ફિલ્મનું ડાયરેક્શન શૂજિત સરકારે કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
ક્રિકેટ
દુનિયા
Advertisement