શોધખોળ કરો
Advertisement
બબીતા ફોગાટે કોરોનાના ફેલાવા માટે તબલીગી જમાતને ગણાવી જવાબદાર, સ્વરા ભાસ્કરે કહ્યું- આ સવાલ પણ ઉઠાવો કે....
બબીતા ફોગાટે એક વીડિયો પોસ્ટ કરીને ટ્રોલર્સને જવાબ આપ્યો હતો. જેમાં તેણે કહ્યું, ધમકી આપનારાથી ડરતી નથી.
નવી દિલ્હીઃ રેસલર બબીતા ફોગાટે કોરોનાવાયરસ અને તબલીગી જમાતને લઈ એક ટ્વિટ કર્યુ હતું. જેને લઈ તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. બબીતા ફોગાટે દિલ્હીમાં કોરોના વાયરસના ફેલાવા માટે તબલીગી જમાતને જવાબદાર ગણાવી હતી.
બબીતા ફોગાટે એક વીડિયો પોસ્ટ કરીને ટ્રોલર્સને જવાબ આપ્યો હતો. જેમાં તેણે કહ્યું, ધમકી આપનારાથી ડરતી નથી. અહીંયા કોઈ ઝાયરા વસીમ નથી જે ડરીને ઘરે બેસી જશે. જેના પર એકટ્રેસ સ્વરા ભાસ્કરનું રિએક્શન આવ્યું છે.
સ્વરા ભાસ્કરે ટ્વિટ કરીને લખ્યું, બબીતાજી આ આંકડા પણ જુઓ. શું આ લાખો ભક્તજનોના કોરોના ટેસ્ટ થયા છે? તેના પર પણ ટિપ્પણી કરો અને તબલીગી જમાતના પ્રોગ્રામને પોલીસે મંજૂરી કેમ આપી તે સવાલ પણ ઉઠાવો. બાકી અમે તો તમારા ફેન છીએ જ.
સ્વરા ભાસ્કરના આ ટ્વિટ પર લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement