શોધખોળ કરો

ભાજપને લાગ્યો રાજકીય ઝાટકો, દિલ્હી હિંસાથી નારાજ આ એક્ટ્રેસે BJPમાંથી આપ્યું રાજીનામું

અભિનેત્રી સુભદ્રા મુખર્જીએ કહ્યું, માહોલ નફરતથી ભર્યો છે. અનુરાગ ઠાકુર અને કપિલ મિશ્રા જેવા પાર્ટી નેતાઓ વિરુદ્ધ તેમના નફરત ભર્યા ભાષણો છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

નવી દિલ્હીઃ એક્ટિંગ છોડીને રાજનીતિમાં આવેલી બાંગ્લા અભિનેત્રી સુભદ્રા મુખર્જીએ દિલ્હી હિંસા બાદ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. સુભદ્રા મુખર્જીએ કહ્યું છે કે તેઓ એ પાર્ટીમાં નથી રહી શકતા, જેમા કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર જેવા નેતા છે. સુભદ્રા મુખર્જીએ કેટલીક બાંગ્લા ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. સુભદ્રા મુખર્જીએ શુક્રવારે જ બીજેપી છોડી દીધી હતી પરંતુ આ વાત રવિવારે સામે આવી. મીડિયા સાથે વાત કરતાં સુભદ્રા મુખર્જીએ કહ્યું કે મેં ખૂબ જ આશાઓ સાથે પાર્ટી જોઇન કરી હતી. પરંતુ તાજેતરમાં દિલ્હીમાં થયેલી હિંસા અને ધૃણા જોઇ હું ખૂબ જ અપસેટ છું. ધર્મના નામ પર ભાઇઓ એકબીજાના કેમ ગળા કાપી રહ્યા છે? હું 40 લોકોના મોત બાદ ખૂબ જ વ્યાકુળ હતી. ભાજપને લાગ્યો રાજકીય ઝાટકો, દિલ્હી હિંસાથી નારાજ આ એક્ટ્રેસે BJPમાંથી આપ્યું રાજીનામું સુભદ્રા મુખર્જીએ પશ્ચિમ બંગાળ બીજેપીના ચીફ દિલીપ ઘોષને પોતાનું રાજીનામુ મોકલ્યું હતું. સુભદ્રા મુખર્જીએ કહ્યું કે તેઓ મોટી આશાએ બીજેપીમાં સામેલ થયા હતા. પરંતુ હાલના ઘટનાક્રમથી તેઓેને નિરાશા થઇ. જે બતાવે છે કે બીજેપી પોતાની વિચારધારથી દૂર જઇ રહી છે. તેઓએ કહ્યું કે તે નાગરિકતા સંશોધન કાયદો (CAA)ની સાથે હતી. જેને નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં પસાર કરાવ્યું પંરતુ તેઓ તેને પ્રોત્સાહન આપવાના બીજેપીની રીતને લઇને હવે વિરોધમાં છે. અભિનેત્રી સુભદ્રા મુખર્જીએ કહ્યું, માહોલ નફરતથી ભર્યો છે. અનુરાગ ઠાકુર અને કપિલ મિશ્રા જેવા પાર્ટી નેતાઓ વિરુદ્ધ તેમના નફરત ભર્યા ભાષણો છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. હું આવી પાર્ટીમાં કેવી રીતે રહી શકું છું, જે મરજી પુર્વક કાર્યવાહી કરે છે? સુભદ્રાના આ નિવેદન પર ભાજપના વરિષ્ઠ નેતા શામિક ભટ્ટાચાર્ય એ કહ્યું કે પાર્ટીએ કયારેય વિચારધારાની સાથે સમજૂતી કરી નથી. ભટ્ટાચાર્ય એ કહ્યું કે અમે શરણાર્થી અને ઘૂસણખોરોના અંતરની વાત કરી છે. તેમણે કહ્યું કે અમે પણ સમેકિત ભારતમાં વિશ્વાસ કરીએ છીએ અને દિલ્હીમાં થયેલી હિંસામાં ભાજપનો કોઇ હાથ નથી. ભટ્ટાચાર્ય એ કહ્યું કે તેમણે મુખર્જીના નિર્ણય અંગે પહેલેથી જ માહિતી હતી. આશા છે કે તેઓ તેના પર ફરીથી વિચાર કરશે.

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Embed widget