28 વર્ષની એક્ટ્રેસને ક્યા કારણે બ્લેકમેઈલ કરાતી હતી કે કંટાળીને કરી લીધો આપઘાત ?
સુરજ પરદેસી અને પ્રવીણ વાલિમ્બે નામના આ બે આરોપીઓ એક ભોજપુરી એક્ટ્રેસને એનસીબી ઓફિસર બનીને બ્લેકમેઇલ કરી રહ્યાં હતા, અને તેની પાસેથી સતત પૈસા વસૂલી કરી રહ્યાં હતા,
![28 વર્ષની એક્ટ્રેસને ક્યા કારણે બ્લેકમેઈલ કરાતી હતી કે કંટાળીને કરી લીધો આપઘાત ? Bhojpuri actress suicide due to threats by two people to extort money 28 વર્ષની એક્ટ્રેસને ક્યા કારણે બ્લેકમેઈલ કરાતી હતી કે કંટાળીને કરી લીધો આપઘાત ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/28/134ee80a82142f528e101186969c2b4a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વધુ એક હૉટ એક્ટ્રેસના મોતથી સનસનાટી વ્યાપી ગઇ છે. મુંબઇમાં ભોજપુરી એક્ટ્રેસે આત્મહત્યા કરી લીધાની ઘટના સામે આવી છે. પોલીસને એક્ટ્રેસની આત્મહત્યા મામલે એક મોટી કડી મળી છે, અને તેના આધારે બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સુસાઇડ કેસમાં બે આરોપીઓ પર એક્ટ્રેસને બ્લેકમેઇલ કરીને આત્મહત્યા કરવા માટે ઉકસાવવાનો આરોપ છે. પોલીસ હાલ આ બન્નેની પુછપરછ કરી રહી છે, જે તે લોકોમાં સામેલ હતા જેઓ ભોજપુરી એક્ટ્રેસને બ્લેકમેઇલ કરી રહ્યાં હતા.
સુરજ પરદેસી અને પ્રવીણ વાલિમ્બે નામના આ બે આરોપીઓ એક ભોજપુરી એક્ટ્રેસને એનસીબી ઓફિસર બનીને બ્લેકમેઇલ કરી રહ્યાં હતા, અને તેની પાસેથી સતત પૈસા વસૂલી કરી રહ્યાં હતા, જેનાથી તંગ આવીને તે એક્ટ્રેસે સુસાઇડ કરી લીધુ. પોલીસને તેના ફ્લેટમાં તેનો મૃતદેહ મળી આવ્યો અને બાદમાં પૉસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. તપાસમાં હવે પોલીસને બ્લેકમેઇલનો એન્ગલ મળ્યો છે અને તેના આધારે પુછપરછ કરી રહી છે.
આ બન્ને આરોપીઓએ 28 વર્ષની એક ભોજપુરી એક્ટ્રેસને છેલ્લા કેટલાય દિવસોથી નકલી એનસીબી અધિકારી બનીને એક પાર્ટી દરમિયાન પકડી હતી. ત્યારબાદ આ બન્ને તે છોકરીને બ્લેકમેઇલ કરવા લાગ્યા હતા. આરોપીઓએ એક્ટ્રેસ પાસેથી લગભગ 40 લાખ રૂપિયાની માંગ કરી હતી, અને પ્રેશર અને ડીલિંગ બાદ મામલો 20 લાખમાં નિપટાવી દેવામાં આવ્યો હતો.
ભોજપુરી એક્ટ્રેસ જ્યારે પાર્ટી કરી રહી હતી, તે સમયે હુક્કા પાર્લરમાં અસીમ કાઝી અને એક બીજી યુવક હાજર હતો. આ ત્રણેયને આ બન્નેને તે દરમિયાન પકડી પાડ્યા હતા. ત્યાં પહોંચીને આ બન્ને આરોપીઓ પોતાના નામને નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ બતાવતા હતા.
આ પણ વાંચો........
Sourav Ganguly Corona Positive: BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ
કોરોનાના પ્રકોપની વચ્ચે NCERT વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડશે, પાઠ્યપુસ્તકોને ‘હળવા’ કરવાની યોજના
Mutual Funds: કરોડપતિ બનવા માટે તમારે દરરોજ 100 રૂપિયા જમા કરાવવા પડશે, જાણો વિગતો
NCB Recruitment: NCBમાં નોકરીની સુવર્ણ તક, અરજી કરવાની છેલ્લી તારીખ ચૂકશો નહીં, આજે જ અરજી કરો
UPSC સાથે કામ કરવાની સુવર્ણ તક, અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આજે જ કરો અરજી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)