શોધખોળ કરો

અગ્નિપથ યોજનાનો વિરોધ કરનારાઓ પર ગિન્નાયો આ સ્ટાર એક્ટર, બોલ્યો- હંગામો ના કરો, કઇ નઇં થાય.................

ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવે (Bhojpuri Superstar Khesari Lal Yadav)  શુક્રવારે પોતાના ભોજપુરી અંદાજમાં લોકોને સમજાવ્યા

Khesari Lal Yadav Appeal: અગ્નિપથ યોજનાને લઇને બિહાર સળગી રહ્યું છે, ગયા શુક્રવારે કેટલીય ટ્રેનો ફૂંકી મારવામાં આવી, બિહારથી મધ્યપ્રદેશ અને યુપીથી લઇને રાજસ્થાન અને તેલંગાના સુધી આગ જ આગ ભડકી ઉઠી છે. પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર આવી ગયા છે અને સરકાર સામે બાંયો ચઢાવીને અગ્નિપથ યોજનાને પાછી ખેંચવાની માંગણી કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે હવે ભોજપુરી સ્ટાર એક્ટર ખેસારી લાલ યાદવ ભડક્યો છે, ખેસારી લાલ યાદવે લોકોને અપીલ કરી છે કે અગ્નિપથ યોજનાનો વિરોધ કરવાનુ બંધ કરો.

ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવે (Bhojpuri Superstar Khesari Lal Yadav)  શુક્રવારે પોતાના ભોજપુરી અંદાજમાં લોકોને સમજાવ્યા. તેને ટ્વીટ કરીને લખ્યું- ભાઇલોગ, ઇ હો-હલ્લા આઉર હંગામા કરે સે કુછ હાંસિલ ના હોઇ. શાંતિ સે આપન બાત સરકાર કે પહોંચાયે કે જરૂરત બા. સમાધાન નિકલી. એસે રેલ જલા કે ઔર લોકો કે પરેશાન કરે કે જરૂરત નઇખે. બાકી જય હિન્દ. જય ભારત. અપન ભાઇ ખેસારી કે ઇ બાત માન લા. 

Breaking News Live: અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય, અસમ રાઇફલ્સમાં અગ્નિવીરોને 10 ટકા અનામત
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. બિહારના જહાનાબાદમાં ત્રીજા દિવસે હંગામો થયો હતો. ટોળાએ ટ્રકને આગ ચાંપી દીધી છે. તાજેતરની માહિતી અનુસાર, લોકોએ બસોને પણ સળગાવી દીધી છે. બિહારમાં આ યોજનાના વિરોધમાં આજે બંધની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજના સામે બિહારમાં ત્રીજા દિવસે પણ હોબાળો ચાલુ છે. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ બિહાર બંધનું એલાન આપ્યું છે. જેમાં ડાબેરીઓ તેમજ મહાગઠબંધનના પક્ષોએ વિદ્યાર્થી સંગઠનોને સમર્થન આપ્યું છે.

ગૃહ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે  CAPF અને આસામ રાઇફલ્સમાં ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીર માટે 10 ટકા અનામત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે અગ્નિવીરોને નિર્ધારિત મહત્તમ પ્રવેશ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે અને અગ્નિપથ યોજનાની પ્રથમ બેચ માટે આ છૂટછાટ 5 વર્ષની રહેશે.

Agnipath Scheme : કચ્છના એક યુવાને શૂન્ય વેતન સાથે સેનામાં ભરતી થવા લોહીથી લખ્યો પત્ર
કચ્છઃ અગ્નિપથ યોજનાને કચ્છના એક યુવાને અનોખી રીતે સમર્થન કર્યું છે. કચ્છના દયાપરના યુવાને શૂન્ય વેતન સાથે સેનામાં ભરતી થવા રક્તથી પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સેનામાં ભરતી અંગે જાહેર કરેલી અગ્નિપથ યોજનાનો દેશના અનેક રાજ્યોમાં હજારો છાત્રો વિરોધ કરી રહ્યા છે. મૂળ ભાવનગર જિલ્લાના ટીમાણા ગામના વતની અને હાલે દયાપરમાં રહેતા 23 વર્ષીય યુવાન દીપક ડાંગરે કેન્દ્રીય રક્ષામંત્રીને પોતાના લોહીથી લખેલા પત્રમાં શૂન્ય વેતન સાથે સેનામાં જોડાઇને દેશ સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી. હાલ સરકારી સંપતિને નુકસાન પહોંચાડી રહેલા છાત્રોને પણ અાવો હિંસક વિરોધ બંધ કરવા અપીલ કરી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget