WPL Auction: દીપ્તિ શર્મા સૌથી મોંઘી ખેલાડી, જાણો યૂપી વોરિયર્સે કેટલા કરોડમાં ખરીદી
મહિલા પ્રીમિયર લીગ (WPL) ની આગામી સીઝન માટે મેગા ઓક્શનમાં માર્કી ખેલાડીઓમાં ભારતની દીપ્તિ શર્મા સૌથી મોંઘી પ્લેયર રહી.

મહિલા પ્રીમિયર લીગ (WPL) ની આગામી સીઝન માટે મેગા ઓક્શનમાં માર્કી ખેલાડીઓમાં ભારતની દીપ્તિ શર્મા સૌથી મોંઘી પ્લેયર રહી. દિપ્તિને લેવા માટે શરૂઆતમાં ફક્ત દિલ્હી કેપિટલ્સે રુચિ બતાવી હતી, પરંતુ યુપી વોરિયર્સે તેમના રાઇટ ટુ મેચ (RTM) નો ઉપયોગ કર્યા ત્યારબાદ દિલ્હીએ બોલી વધારી. જોકે, યુપીએ તેનો સ્વીકાર કર્યો.
પ્રથમ રાઉન્ડમાં હીલી અનસોલ્ડ રહી
મેગા ઓક્શનમાં સૌથી પહેલા માર્કી ખેલાડીઓની બોલી લગાવવામાં આવી. ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલિસા હીલી ₹50 લાખની બેઝ પ્રાઈસ સાથે હરાજીમાં પ્રવેશ કરનારી પ્રથમ હતી. જોકે, તેને શરૂઆતમાં કોઈએ ન ખરીદી અને તે અનસોલ્ડ રહી. ન્યુઝીલેન્ડની સોફી ડિવાઇન ₹50 લાખની બેઝ પ્રાઈસ સાથે બીજા ક્રમે આવી. RCB અને ગુજરાત સહિતની ટીમોએ ડિવાઇનમાં રસ દર્શાવ્યો. આ બંને ફ્રેન્ચાઇઝી વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી. દિલ્હી કેપિટલ્સ પણ રેસમાં જોડાઈ. ગુજરાતે ₹2 કરોડની બોલી લગાવી, જેના કારણે દિલ્હી અને RCB પાછળ હટી ગયા. ડિવાઇનને ગુજરાત જાયન્ટ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદી.
🚨 DEEPTI SHARMA SOLD TO DELHI FOR JUST 50 LAKHS 🤯
— Johns. (@CricCrazyJohns) November 27, 2025
- UP took the RTM, Delhi increased the price to 3.20 Crores.
UP accepted the offer and Deepti going to UP again. pic.twitter.com/9Acf21rdZf
માર્કી રાઉન્ડમાં વેચાયેલા ખેલાડીઓ અને તેમની કિંમત
સોફી ડિવાઇન - ₹2 કરોડ (ગુજરાત જાયન્ટ્સ)
દીપ્તિ શર્મા - ₹3.2 કરોડ (યુપી વોરિયર્સ)
અમેલિયા કેર - ₹3 કરોડ (મુંબઈ ઇન્ડિયન્સ)
રેણુકા સિંહ - ₹60 લાખ (ગુજરાત જાયન્ટ્સ)
સોફી એક્લેસ્ટેન - ₹85 લાખ (યુપી વોરિયર્સ)
મેગ લેનિંગ - ₹1.9 કરોડ (યુપી વોરિયર્સ)
લૌરા વોલ્વાર્ડ્ટ - ₹1.1 કરોડ (દિલ્હી કેપિટલ્સ)
સાત માર્કી ખેલાડીઓને તેમની ટીમ મળી, પરંતુ આ રાઉન્ડની સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે એલિસા હીલી અનસોલ્ડ રહી હતી. આ રાઉન્ડની સૌથી મોંઘી ખેલાડી ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા હતી, જેના માટે UP વોરિયર્સે RTM નો ઉપયોગ કર્યો.
દીપ્તિ પછી અમેલિયા કેર આવી જેની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સે અમેલિયાને ખરીદવા માટે જોરદાર બોલી લગાવી. મુંબઈએ અમેલિયા માટે 3 કરોડ રૂપિયાની બોલી લગાવી, જેનાથી તેણીનો મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં સમાવેશ થયો. ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુર ટીમમાં આવી જેની બેઝ પ્રાઈઝ 40 લાખ રૂપિયા હતી. રેણુકાને ગુજરાત જાયન્ટ્સે 60 લાખ રૂપિયામાં ખરીદી. સોફી એક્લેસ્ટોનની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. દિલ્હી કેપિટલ્સે એક્લેસ્ટોન માટે 85 લાખ રૂપિયાની બોલી લગાવી. પરંતુ યુપી વોરિયર્સે ફરીથી આરટીએમ (રાઈટ ઓફ ટાઇમ) પદ્ધતિનો ઉપયોગ કર્યો. દિલ્હીએ યુપીને 85 લાખ રૂપિયાની ઓફર કરી, જેને યુપી વોરિયર્સે સ્વીકારી. આમ, યુપીએ આરટીએમ દ્વારા એક્લેસ્ટોનને ફરીથી ટીમમાં સામેલ કરી.




















