બ્લેક મેજિકે શેફાલીનો લીધો જીવ, પતિ પરાગ ત્યાગીએ કેમ પોડકાસ્ટમાં કર્યો આ વાતનો ખુલાસો
શેફાલી જરીવાલાનું 2025 માં માત્ર 42 વર્ષની ઉંમરે અવસાન થયું. પતિ પરાગ ત્યાગીએ તેમના મોત માટે બ્લેક મેજિકને જવાબદાર ગણાવ્યું, જાણીએ પોટકાસ્ટમાં તેમણે શું કર્યો ખુલાસો

શેફાલી જરીવાલાનું 2025 માં માત્ર 42 વર્ષની ઉંમરે અવસાન થયું. આ તેમના પરિવાર અને ચાહકો માટે એક ભયંકર આઘાતજનક હતું, હજુ પણ એમના માટે એ માનવું મુશ્કેલ જ છે કે, શેફાલી હયાત નથી. દરમિયાન, પરાગ ત્યાગી હજુ સુધી તેમની પત્નીના મૃત્યુના દુઃખમાંથી બહાર આવ્યા નથી. તેમણે તેમની યાદમાં એક યુટ્યુબ ચેનલ અને પોડકાસ્ટ શરૂ કર્યો છે. વધુમાં, તેઓ તેમના અધૂરા સપનાઓને પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યા છે. પરાગે શેફાલીને યાદો માટે બાકીને જીવન સમર્પિત કરી દીધું છે.
શેફાલી પર કોને કર્યો હતો બ્લેક મેજિક
આ દરમિયાન, તેણે શેફાલીના મૃત્યુ અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પરાગે કહ્યું કે શેફાલી પર બ્લેક મજિક કરવામાં આવ્યો હતો, અને તે તેમણે કહ્યું કે તે આવી વાતો પર ણ વિશ્વાસ કરે છે. પારસ છાબડાના પોડકાસ્ટમાં, પરાગ ત્યાગીએ કહ્યું કે તે ફક્ત વિચારતો નથી, પરંતુ તે જાણે છે કે કોઈએ શેફાલી પર બ્લેક મેજિક કર્યો હતો.
View this post on Instagram
પરાગે કહ્યું, "તમે જાણો છો, ઘણા લોકો આ બાબતોમાં માનતા નથી, પરંતુ હું તેમાં દૃઢપણે માનું છું. જ્યાં ભગવાન છે, સકારાત્મક ઊર્જા છે ત્યાં શેતાન પણ છે અને નકારાત્મક ઊર્જા પણ છે. લોકો પોતાના દુ:ખથી દુઃખી નથી થતા, પરંતુ તેઓ બીજાના સુખથી દુઃખી થાય છે. મને તે લાગતું નથી, હું જાણું છું કે કોઈએ તે કર્યું છે"
પરાગે આગળ કહ્યું, "હું કહી શકતો નથી કે કોણે કર્યું, પણ કોઈએ કર્યું જ હતું. અને મને લાગે છે કે કંઈક ખોટું થયું છે. મને એક વાર નહીં પણ બે વાર આવું લાગ્યું છે, અને હું એક વાર તેને બહાર નીકળવામાં સફળ રહ્યો છું, પણ આ વખતે વસ્તુઓ થોડી ભારે હતી. મને ખબર નથી કે તે શું હતું."
હું ફક્ત તેને સ્પર્શ કરીને જ જાણી શકતો હતો.
પરાગે એવો પણ દાવો કર્યો હતો કે, આ પહેલી વાર નહીં, પણ બીજી વાર હતું કે, તેના અને શેફાલી પર બ્લેક મેજિક કરવામાં આવ્યો હતો. પરાગના મતે, શેફાલી સાથે કંઈક ખોટું થયું હોય તેવું અનુભવાતું હતું. તેણે કહ્યું, "જ્યારે પણ હું પૂજા સાધનામાં બેઠો હોઉં છું, ત્યારે મને કંઈક ખોટું થઈ રહ્યું છે તેનો ખ્યાલ આવી જતો હતો. તે ખૂબ જ ખુશખુશાલ રહેતી યુવતી હતી તેથી વર્તનથી તેની અસર સમજવી અધરી હતી પરંતુ હું તેને સ્પર્શ કરતો ત્યારે અનુભવી શકતો કે, શેફાલી સાથે કંઇક ખોટું થયું છે. હું તેને મારી ભક્તિ પૂજા સાધનાથી દૂર કરી શકત પરંતુ આ વખતે બ્લેક મેજિક થોડો ભારે હતો તેથી હું સફળ ન થયો"
પરાગે આગળ કહ્યું, "કર્મા જ સાથે આવશે ભાઇ, બીજું કઇ સાથે કોઇ નથી લઇ જવાનું. મારી પત્ની ટ્રેક પેન્ટ અને શર્ટ પહેરીને ગઈ છે. હું માફી માંગુ છું, પરંતુ આજના સમયમાં, માતાપિતાની કદર કરવામાં આવતી નથી, અને ભાઈ-બહેનોની બિલકુલ કદર કરવામાં આવતી નથી. લોકો લાગણીઓ સાથે રમે છે."





















