શોધખોળ કરો
ગુરુ ગ્રંથ સાહેબ અપમાન મામલોઃ અક્ષય કુમારે તોડ્યું મૌન, આરોપ લગાવનારને આપ્યો પડકાર
1/5

રિપોર્ટ મુજબ એસઆઈટી સભ્ય અને આઈજી રેંકના અદિકારી કુંવર વિજય પ્રતાપ સિંહે વિવિધ સમન્સ પાઠવ્યા છે. એસઆઈટી રાજ્યમાં ધર્મગ્રંથના અપમાનની બનેલી ઘટનાઓ બાદ 2015માં ફરીદકોટમાં કોટકપુરા અને બહબલ કલામાં ગોળીબારની ઘટનાની તપાસ કરી રહી છે. બહબલ કલામાં પોલીસ ફાયરિંગમાં બે લોકોના મોત થયા હતા. ગુરુ ગ્રંથ સાહેબના અપમાન પાછળ ડેરા સમર્થકોનો હાથ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ સમયમાં પંજાબમાં થોડો સમય અશાંતિ રહી અને હિંસક ઘટનાઓ બની હતી. આ દરમિયાન અક્ષય કુમારે બાદલ અને રામ રહીમ વચ્ચે મુલાકાત કરાવી હોવાનો આરોપ છે. જોકે અક્ષય કુમાર પહેલાથી જ આ વાતને નકારી ચુક્યો છે.
2/5

(3) હું અનેક વર્ષોથી પંજાબી સંસ્કૃતિ અને તેના સુવર્ણ ઈતિહાસ તથા શીખ ધર્મોના સંસ્કારોને મારી ફિલ્મોના માધ્યમથી પ્રચાર કરતો રહ્યો છું. મને પંજાબી હોવાનો ગર્વ છે અને હું શીખ ધર્મનો ખૂબ આદર કરું છું. મેં ક્યારેય કોઈ એવું કામ નથી કર્યું કે જેનાથી મારા પંજાબી ભાઈઓ અને બહેનોની ભાવનાઓને ઠેસ પહોંચે. તેમના પ્રત્યે મારા મનમાં ખૂબ આદર અને પ્રેમ છે. હું એ લોકોને પડકાર આપું છું જે લોકો આને ખોટું સાબિત કરી શકે. – અક્ષય કુમાર
Published at : 12 Nov 2018 08:10 PM (IST)
View More





















