શોધખોળ કરો

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

અમેરિકાના જંગલમાં લાગેલી આગે એવી તબાહી મચાવી કે લોકોએ ઘર છોડીને ભાગવું પડ્યું હતું. વોશિંગટનમાં ભીષણ આગે 100થી વધુ ઘરોને રાખ કરી નાખ્યા હતા

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વોશિંગ્ટનમાં ભીષણ આગે 100થી વધુ ઘરો ખાખ કર્યા.
  • ભારે પવનને કારણે આગ વધુ જીવલેણ, કાબૂ મુશ્કેલ બન્યો.
  • કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં પણ જંગલની આગે ભારે તબાહી.
  • હજારો લોકોએ ઘર છોડી સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવું પડ્યું.

અમેરિકાના જંગલમાં લાગેલી આગે એવી તબાહી મચાવી કે લોકોએ ઘર છોડીને ભાગવું પડ્યું હતું. વોશિંગટનમાં ભીષણ આગે 100થી વધુ ઘરોને રાખ કરી નાખ્યા હતા. અંદાજે પાંચ હજાર જેટલા ઘરો ખાલી કરાવવામાં આવ્યા અને 600 થઈ વધુ ઈમારતો આગની ઝપેટમાં આવી ચુકી છે. ભારે પવનના કારણે આગ વધુ જીવલેણ બની રહી છે. આગ પર કાબૂ મેળવવો ફાયર વિભાગ માટે પણ મોટો પડકાર બની ચુક્યો છે. પ્રશાસને ઈમરજન્સી જાહેર કરી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા છે.

આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટર્સ દિવસ-રાત કામ કરી રહ્યા છે. વોશિંગ્ટનના ગવર્નર બોબ ફર્ગ્યુસન રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે તેમની સંવેદનાઓ આગથી પ્રભાવિત તમામ લોકો અને બચાવ કાર્યકરો સાથે છે જેઓ આગને બુઝાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

સ્પોકેન કાઉન્ટી ફાયર ડિસ્ટ્રિક્ટ 9ના જણાવ્યા અનુસાર, જોરદાર પવન આગને ઝડપથી ફેલાવી રહ્યો છે જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. અધિકારીઓનું કહેવું છે કે જો હવામાનની સ્થિતિ ચાલુ રહેશે તો આગને કાબૂમાં લેવી વધુ પડકારજનક બની શકે છે. વોશિંગ્ટનના ગવર્નરે અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને સરકારી સૂચનાઓનું પાલન કરવા અને સ્થળાંતર કરવા વિનંતી કરી હતી. શરૂઆતમાં આ આગને યુક્લિડ ફાયર નામ આપવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તેનું નામ બદલીને ઓલ્ડ ટ્રેલ્સ ફાયર રાખવામાં આવ્યું.

કેનેડાના જંગલમાં આગે મચાવી ભારે તબાહી

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં જંગલમાં આગે ભારે તબાહી મચાવી હતી. ભારે પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અનેક ઘરો બળીને ખાખ થયા હતા. 115 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહેલા પવનના કારણે આગે રૌદ્વ સ્વરૂપ ધારણ કર્યું. જીવ બચાવવા માટે લોકો ઘર છોડીને ભાગવા મજબૂર બન્યા હતા. આ દ્રશ્યો બ્રિટિશ કોલંબિયાના ઓકાનાગન લેક વિસ્તારના છે. જ્યા રાતના અંધારામાં આગની જ્વાળાઓથી આસમાન  લાલ થઈ ગયું હતું. સવાર થઈ તો અનેક ઈમારતો રાખ થઈ ગઈ હતી. તો આગના કારણે હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી હતી. ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા હતા. 

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, શનિવાર રાત સુધીમાં, આગ 2,000 એકરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી.  વધતા જોખમને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ ઘણા વિસ્તારોમાં લેવલ 2 અને લેવલ 3 સ્થળાંતર કરવાનો આદેશ જાહેર કર્યો છે. હજારો લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું છે. આગનો સામનો કરવા માટે વોશિંગ્ટન નેશનલ ગાર્ડના સૈનિકોને પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગો અને અન્ય કટોકટી ટીમો આગને કાબુમાં લેવા માટે કામ કરવાનું ચાલુ રાખી રહી છે.

Frequently Asked Questions

વોશિંગ્ટનમાં લાગેલી આગને શરૂઆતમાં કયું નામ આપવામાં આવ્યું હતું?

વોશિંગ્ટનમાં લાગેલી આગને શરૂઆતમાં યુક્લિડ ફાયર નામ આપવામાં આવ્યું હતું. બાદમાં તેનું નામ બદલીને ઓલ્ડ ટ્રેલ્સ ફાયર રાખવામાં આવ્યું.

આગ ઝડપથી ફેલાવવાનું મુખ્ય કારણ શું હતું?

ભારે પવનના કારણે આગ વધુ જીવલેણ બની રહી હતી અને ઝડપથી ફેલાઈ રહી હતી. વોશિંગ્ટન અને કેનેડા બંને જગ્યાએ જોરદાર પવન આગ ફેલાવવાનું મુખ્ય કારણ બન્યો.

વોશિંગ્ટનમાં કેટલા ઘરો ખાલી કરાવવામાં આવ્યા હતા અને કેટલી ઇમારતોને અસર થઈ હતી?

વોશિંગ્ટનમાં અંદાજે પાંચ હજાર જેટલા ઘરો ખાલી કરાવવામાં આવ્યા હતા. 600થી વધુ ઇમારતો આગની ઝપેટમાં આવી ચુકી હતી.

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં લાગેલી આગ કેટલા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી?

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં લાગેલી આગ શનિવાર રાત સુધીમાં 2,000 એકરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. ભારે પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

Advertisement

ટોપ સ્ટોરી

તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવવા માંગતો હતો ઓમાની કો-પાઈલટ, રિપોર્ટમાં મોટો ખુલાસો
તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવવા માંગતો હતો ઓમાની કો-પાઈલટ, રિપોર્ટમાં મોટો ખુલાસો
નેતન્યાહૂએ ભારતીય પાઈલટ સ્મિત મચ્છર સાથે કરી વાતચીત, ઈઝરાયેલ આવવા આપ્યું આમંત્રણ
નેતન્યાહૂએ ભારતીય પાઈલટ સ્મિત મચ્છર સાથે કરી વાતચીત, ઈઝરાયેલ આવવા આપ્યું આમંત્રણ
Explained: H-1B વિઝા બંધ કરવાની ફિરાકમાં અમેરિકા? લેબર ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં મોટો ખુલાસો 
Explained: H-1B વિઝા બંધ કરવાની ફિરાકમાં અમેરિકા? લેબર ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં મોટો ખુલાસો 
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
Embed widget