શોધખોળ કરો
બોલીવુડની આ હોટ એક્ટ્રેસે રિલેશનશિપ કરી જાહેર, KISS કરતો ફોટો આવ્યો સામે, જાણો વિગતે
એક્ટ્રેસ કલ્કી કોચલીને તેના બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો.

મુંબઈઃ એક્ટ્રેસ કલ્કી કોચલીને તેના બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો. તે ફોટોમાં બંને એકબીજાની નજીક ઊભા છે. બંનેના સંબંધોની ચર્ચા તો ઘણા સમયથી હતી. ફોટોમાં દરિયાકિનારે ઊભેલું આ કપલ હવે તેમના રિલેશનશિપ વિશે વધુ પોઝિટિવ સંકેત આપી રહ્યું છે. ફોટોમાં હર્શબર્ગ કલ્કીના ગાલ પર કિસ કરતો ઊભો છે. તેણે લખ્યું હતું કે, ‘હું જ્યારે પણ મારા ફેવરિટ કેવમેન સાથે હોઉં ત્યારે હંમેશાં રવિવાર જ હોય છે.’
કલ્કીના 2011માં ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સાથે લગ્ન થયા હતા. બે વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ તેઓએ લગ્ન કર્યાં હતાં. 2015માં તેઓએ છૂટાછેડા લઇ લીધા. કલ્કીએ તેનું બોલિવૂડ ડેબ્યુ ડિરેક્ટર અનુરાગ કશ્યપની ફિલ્મ ‘દેવ ડી’થી કર્યું હતું. (સૌજન્ય -ઈન્સ્ટાગ્રામ)View this post on Instagram
વધુ વાંચો





















