(Source: ECI/ABP News/ABP Majha)
શિલ્પા શેટ્ટી અચાનક તરવા લાગી હવામાં, સામે બેસેલા લોકોના ઉડી ગયા હોશ, જુઓ વીડિયો
બોલીવૂડ એક્ટ્રેસ અને ઇન્ડિયા ગોડ ટેલેન્ટની જજ શિલ્પા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ઇન્ડિયા ગોટ ટેલેન્ટ શોનો છે. જેમાં એક કન્ટેસ્ટ પોતાનો જાદુ બતાવી રહ્યો છે.
મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ અને ઇન્ડિયા ગોડ ટેલેન્ટની જજ શિલ્પા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ઇન્ડિયા ગોટ ટેલેન્ટ શોનો છે. જેમાં એક કન્ટેસ્ટ પોતાનો જાદુ બતાવી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, જાદૂગર શિલ્પા શેટ્ટીને પહેલા એક સ્ટૂલ પર ઊભી રાખે છે. પછી તે તેને સ્ટીલની બે પાઇપ ટેકો રાખવા માટે આપે છે.
View this post on Instagram
આ પછી જાદૂગર પહેલા સ્ટુલ હટાવી લે છે. આ પછી વારાફરતી બંને પાઇપ પણ તેના હાથમાંથી લઈ છે. આ પછી જાદૂગર પગ નીચે કોઈ આધાર નથી, તે તપાસવા માટે પાઇપ પણ આજુબાજુ ફેરવે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 20 લાખ વ્યૂ મળી ચૂક્યા છે. આ વીડિયો ગઈ કાલે શિલ્પાએ શેર કર્યો હતો.
TMKOC : અંજલી ભાભીનો બોલ્ડ અવતાર
મુંબઈઃ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લોકો ખૂબ જ પસંદ કરે છે. એટલું જ નહીં, તેના કલાકારો પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. લોકો તો તેમને સિરિયલના નામથી જ બોલાવાનું પસંદ કરે છે. ત્યારે આજે અમે તમને તારક મહેતના પત્ની એટલે કે અંજલી મહેતા ઉર્ફે સુનયના ફૌજદારની વાત કરવા જઈ રહ્યા છે.
સુનયના ફૌજદાર રિયલ લાઇફમાં ખૂબ જ સુંદર અને બોલ્ડ છે. તેની ડ્રેસિંગ સેન્સ ખૂબ જ સારી છે. જેને કારણે તે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. હવે સુનયનાએ બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ આકર્ષક પોઝ આપ્યા છે. આ સાથે તેણે સુંદર જ્વેલરી પણ કેરી કરી છે.
સુનયના ફોઝદાર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સુનયના તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.