કઈ બોલીવૂડ એક્ટ્રેસે રીક્ષામાં કરી મુસાફરી? રીક્ષા રાઇડનો વીડિયો કર્યો શેર
બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે રીક્ષા રાઇડનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે રીક્ષામાં બેસીને મુસાફરી કરતી જોઇ શકાય છે. શ્રદ્ધાએ બ્લેક કલરનું ટીશર્ટ પહેર્યું છે અને ફેસ પર માસ્ક લગાવેલો છે.
મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે રીક્ષા રાઇડનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે રીક્ષામાં બેસીને મુસાફરી કરતી જોઇ શકાય છે. શ્રદ્ધાએ બ્લેક કલરનું ટીશર્ટ પહેર્યું છે અને ફેસ પર માસ્ક લગાવેલો છે. આ વીડિયોને એક જ દિવસમાં 20 લાખથી વધુ લાઇક મળી ગયા છે. તેમજ તેને અલગ અલગ કોમેન્ટ આવી રહી છે.
ચાહકો જણાવી રહ્યા છે કે, કાશ રિક્ષાવાળાને ખબર હોત કે આ શ્રદ્ધા કપૂર છે. એક યુઝરે લખ્યું છે કે, રીક્ષા વાળો પણ ન ઓળખી શક્યો. ચાહકો રીક્ષા ચાલકની ઇર્ષા કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે, કાસ હું એ રીક્ષા ચાલક હોત. શ્રદ્ધાએ વીડિયો શેર કરતાં લખ્યું છે કે, તમારો પરફેક્ટ રવિવાર કેવો છે??? મારી ઓટો સવારી, મારા વાળમાં પવન, જૂના ગીતો.....
View this post on Instagram
Shabana Azmi Covid Positive: બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પર કોરોનાનો કહેર ચાલુ જ છે. અત્યાર સુધીમાં અનેક સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી પણ કોરોનાથી સંક્રમિત થઈ છે. એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા આ જાણકારી આપી છે.
શબાના આઝમીએ પોસ્ટ કરીને શું કહ્યું
શબાના આઝમીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને હેલ્થ અપડેટ આપ્યું છે. શબાનાએ ફોટો શેર કરીને કોરોના સંક્રમિત થઈ હોવાનું જણાવ્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું, આજે હું કોવિડ પોઝિટિવ આવી છું. ઘરમાં ખુદને આઈસોલેટ કરી લીધી છે. જે પણ લોકો માટે સંપર્કમાં આવ્યા હોય તેમને ટેસ્ટ કરાવી લેવાની વિનંતી કરું છું.
આ સેલેબ્સે કરી જલદી ઠીક થવાની પ્રાર્થના
એકતા કપૂર, દિવ્યા દત્તા, સોના રાજદાન, મનીષ મલ્હોત્રા સહિત અનેક સેલેબ્સે તેના જલદી ઠીક થવાની પ્રાર્થના કરી છે. શબાના આઝમી કરણ જોહરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં નજરે પડશે. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ કેરળ, તમિલનાડુમાં સામે આવી રહ્યા છે. ફેબ્રુઆરીના પ્રથમ દિવસે બે લાખથી ઓછા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,67,059 નવા કેસ નોંધાયા છે અને 1192 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,54,076 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 17,43,059 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 11.69 ટકા છે.
કુલ એક્ટિવ કેસઃ 17,43,059
કુલ ડિસ્ચાર્જઃ 3,92,30,198
કુલ મૃત્યુઆંકઃ 4,96,242
કુલ રસીકરણઃ 166,68,48,204 (જેમાંથી ગઈકાલે 61,45,767 ડોઝ આપવામાં આવ્યા હતા.)