બહેનને Kiss કરીને Troll થઈ સોનાલી બેન્દ્રે, લોકોએ કહ્યું- Coronavirus થી બચવાની સલાહ આપો છો અને ખુદ.....
તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તેની બહેન ગાયત્રી ઓબરોય સાથે નજરે પડી રહી છે. તસવીરમાં સોનાલી તેની બહેનને કિસ કરતી જોવા મળે છે.
મુંબઈઃ કોરોના વાયરસના વધતા પ્રભાવને જોઈ બોલિવૂડ સ્ટાર્સે ખુદને ઘરમાં આઈસોલેટ કરી દીધા છે. છેલ્લા એક અઠવાડિયાથી સોનાલી બેન્દ્રે પણ ઘરની બહાર નથી નીકળી. તેણે ખુદ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. ઘરમાં તે મોટાભાગનો સમય ઈન્ટરનેટ સર્ફિંગ કરીને પસાર કરી રહી છે.
તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તેની બહેન ગાયત્રી ઓબરોય સાથે નજરે પડી રહી છે. તસવીરમાં સોનાલી તેની બહેનને કિસ કરતી જોવા મળે છે. જે બાદ ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
ફેન્સે કહ્યું, તમે લાખો લોકોના આઇડલ છો. Coronavirusના વધતા પ્રકોપ દરમિયાન તમારી સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. તમારે માસ્ક પહેરીને બહેનને મળવું જોઈએ. જ્યારે અન્ય યૂઝર્સે લખ્યું કે, તમે બીજાને સલામત રહેવાની સલાહ આપો છો પણ ખુદ તેનું પાલન કરતા નથી.
સોનાલીએ આ તસવીરો તેની બહેનને બર્થ ડે વિશ કરવા શેર કરી હતી.