Ustad Rashid Khan Passes Away: સંગીત સમ્રાટ ઉત્સાદ રાશિદ ખાનનું 55 વર્ષની ઉંમરે નિધન, કેન્સર સામે જિંદગીનો જંગ હાર્યા
બૉલીવુડમાંથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. જાણીતા ગાયક રાશિદ ખાનનું લાંબી બિમારી બાદ નિધન થયુ છે
Ustad Rashid Khan Passes Away: બૉલીવુડમાંથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. જાણીતા ગાયક રાશિદ ખાનનું લાંબી બિમારી બાદ નિધન થયુ છે. જાણીતા શાસ્ત્રીય ગાયક રાશિદ ખાન ડિસેમ્બરથી હૉસ્પિટલમાં દાખલ હતા, અને તાજેતરમાં જ તેમની તબિયત વધુ લથડી હતી. રાશિદ ખાન છેલ્લા કેટલાક સમયથી પ્રૉસ્ટેટ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતાં. આજે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા, રાશિદ ખાનને હૉસ્પીટલમાં સપોર્ટ સિસ્ટમ રાખવામાં આવ્યા હતા પરંતુ જીવ બચાવી શક્યા ન હતા. આ ગાયકે ઈન્ડસ્ટ્રીમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. જેમાંથી એક છે 'જબ વી મેટ'નું 'આઓગે જબ તુમ ઓ સજના'.
રાશિદ ખાન કેન્સર સામે જંગ હાર્યા
23 ડિસેમ્બરના રોજ, 55 વર્ષીય ઉસ્તાદ રાશિદ ખાન વિશે સમાચાર આવ્યા હતા કે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ પ્રૉસ્ટેટ કેન્સરથી પીડિત છે. આ કારણે તેમની ટાટા મેમૉરિયલ કેન્સર હૉસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી અને પછી તેઓ કોલકાતા આવ્યા હતા. ગાયક સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે ગાયકને ગયા મહિને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પછી તેણે પણ જવાબ આપવાનું શરૂ કર્યું. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો જેને જોઈને ડોક્ટરો પણ ખુશ હતા, પરંતુ બાદમાં તેમની તબિયત વધુ લથડી હતી, અને આજે તેમને દુનિયાના અલવિદા કહી દીધુ છે. પીટીઆઇએ રાશિદ ખાનના નિધનની ખબર ટ્વીટ કરી છે.
Music maestro Ustad Rashid Khan dies: Doctors
— Press Trust of India (@PTI_News) January 9, 2024
રાશિદ ખાનના ગીત
આજે ઉસ્તાદ રાશિદ ખાને અંતિમ શ્વાસ લીધા છે, રાશિદ ખાનના નજીકના સંબંધીઓએ મીડિયાને જણાવ્યું હતું. ગાયકના ટોચના ગીતોની વાત કરીએ તો તેણે ઈન્ડસ્ટ્રીમાં 'તોરે બિના મોહે ચૈન' જેવું સુપરહિટ ગીત ગાયું હતું. તેણે શાહરૂખ ખાનની ફિલ્મ માય નેમ ઈઝ ખાનમાં એક ગીત પણ ગાયું છે. તેણે 'રાઝ 3', 'કાદંબરી', 'શાદી મેં જરૂર આના', 'મંટો' થી 'મીટિન માસ' જેવી ફિલ્મોમાં ગીતો ગાયા છે.
#Heartbreaking: Ustad Rashid Khan passes away.
— Pooja Mehta (@pooja_news) January 9, 2024
#UstadRashidKhan pic.twitter.com/cUUIVEpw7W
-
Music Maestro #UstadRashidKhan Passes Away At 55 https://t.co/MIquKzVeYo
— ABP LIVE (@abplive) January 9, 2024
-