લગ્ન બાદ દીપિકા અને રણવીર અંદાજે 238 કરોડની સંપત્તિના માલિક બની જશે. દીપિકાની નેટવર્થ વરસભરની રૂપિયા એકસો બે કરોડ ગણાઈ રહી છે. જ્યારે તેની વરસભરની કમાણી 21 કરોડ રૂપિયા છે. રણવીરની વરસભરની નેટવર્થ રૂપિયા એકસો છત્રીસ કરોડ છે. જ્યારે તેની વરસની કમાણી રૂપિયા 32 કરોડ છે.
5/9
રણવીર સિંહે મુંબઈના બાંદરામાં પણ એક ઘર ખરીદ્યું હતું. જેની કિંમત લગભગ રૂપિયા 10 કરોડ જેટલી છે. આ જ બિલ્ડિંગના છ, સાત અને આઠમાં ફ્લોર પર રણવીર રહે છે. હવે તેણે ચોથો ફ્લોર પણ પોતાના નામે કરી લીધો છે. આ ઉપરાંત રણવીરનો ગોવામાં પણ રૂપિયા નવ કરોડનો એક બંગલો છે.
6/9
જેની કિંમત અંદાજે રૂા. 50 કરોડ માનવામાં આવી રહી છે. આ ઘરનું ઈન્ટિરિયર કામ હજી બાકી છે. જ્યાં સુધી આ ઘર તૈયાર ન થાય ત્યાં સુધી આ યુગલ દીપિકાના પ્રભાદેવીના ઘરમાં રહેશે તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
7/9
દીપિકા અને રણવીરે મુંબઈના જૂહુમાં રૂાપિયા 50 કરોડનો એક બંગલો ખરીદ્યો છે. આ કપલ છેલ્લાં ઘણાં દિવસોથી પોતાના માટે ઘર શોધી રહ્યા હતાં. જ્યારે તેમણે આ પ્રોપર્ટી જોઈ ત્યારે તેને ખરીદવાનો નિર્ણય કર્યો હતો.
8/9
જોકે, હવે જાણવા મળેલ પ્રમાણે, આ યુગલે મુંબઈના જૂહુ વિસ્તારમાં વૈભવી બંગલો ખરીદ્યો છે. જોકે, આ બંગલાના ઈન્ટિરિયરને ઘણો સમય લાગી શકે એમ છે.
9/9
મુંબઈ: અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહના લગ્ન થઈ ગયા છે. હવે પરિવાર તેમના ભવ્ય રિસેપ્શનની તૈયારી કરવામાં વ્યસ્ત છે. બન્ને લગ્ન બાદ દીપિકાના પ્રભાદેવીના ઘરમાં રહેવાના હતા તેવા સમાચાર વાયરલ થયા હતા.