શોધખોળ કરો
Advertisement
આ સિંગરે ટુકડે-ટુકડે ગેંગ પર સાધ્યું નિશાન, કહ્યું- જવાનોની શહાદત પર તમને શેનો એફસોસ
મુંબઈઃ જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે. જ્યારે બોલિવૂડ સેલેબ્સ પણ સોશિયલ મીડિયા પર સીઆરપીએફના શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. હવે બોલિવૂડ સિંગર સોનૂ નિમગે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને કેટલાક ખાસ લોકો પર નિશાન સાધ્યું છે. સોનૂ નિમગે આ વીડિયોને કેપ્શન આપ્યું- Being Secular
સોનૂ નિગમે ભારે કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું હતું કે, જવાનોની શહીદીનો અફસોસ તમે કેમ કરો છો? તમે તો ભારત તેરે ટુકડે હોંગે… જેવી વિચારધારા ધરાવતા સેક્યુલર લોકો છ. એક વીડિયોમાં સિંગર કહે છે કે, સાંભળ્યું છે કે, તમે ખુબ જ હોબાળો મચાવી રહ્યાં છો. દુખ વ્યકત કરી રહ્યાં છો કારણ કે CRPFના જવાનો શહીદ થયા છે. 44 જવાનો હતા. અરે 44 હોય કે 440 હોય પણ તમે આટલુ દુખ કેમ વ્યક્ત કરી રહ્યાં છો. આમાં દુખી થવાની ક્યાં વાત છે. તમે એ કરો જે આ દેશમાં યોગ્ય છે, જે સેક્યુલર લોકો કરે છે. આ વાત પર દુખ વ્યક્ત્ત કરવાનું કામ ભાજપ, RSS, હિંદુત્વવાદી, રાષ્ટ્રવાદી સંસ્થાઓ પર છોડી દો. તમે તો એ જ કરો જે સેક્યુલર લોકો કરે છે.
ત્યાર બાદ સોનૂ નિગમ વીડિયોમાં એમ કહેતા પણ નજરે પડે છે કે, ભારત તેરે ટુકડે હોંગે…. અફઝલ હમ શરમિંદા હૈ.. બોલો. તમારે ભારતમાં રહેવું હોય તો આ પ્રકારની સેક્યુલર વિચારધારા રાખવી જોઈએ. અહીં વંદે માતરમ ગાવું ખોટું છે. CRPFના જવાનોના મોત પર દુખ ના વ્યક્ત કરો. નમસ્તે પણ ના બોલો.... લાલ સલામ બોલો. સોનુ નિગમે આ કટાક્ષ એ બોલીવુડ હસ્તીઓ પર કર્યો છે જે દરેક મુદ્દે માનવાધિકારની વાતો કરતા આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion