પરંતુ લગ્નનું વચન સતત આપતો હતો. થોડા દિવસો પછી જ્યારે પીડિતાએ મહાઅક્ષયને લગ્ન કરવા અંગે સવાલ પૂછ્યો તો મહાઅક્ષયે પીડિતા પાસે કુંડલી માગી. પરંતુ મહાઅક્ષયે એવું કહ્યું હતું કે, તારી અને મારી કુંડળી મળતી નથી અને 7 જુલાઈ મારા લગ્ન છે.
2/7
ત્યાર બાદ સતત મહાઅક્ષય અને પીડિતા સંપર્કમાં હતાં અને તે દરમિયાન પીડિતા જ્યારે ગર્ભવતી થઈ હતી ત્યારે મહાઅક્ષયે ગર્ભપાત માટે તેને દવા આપી હતી અને એવું કહીને દવા પીવડાવી હતી કે તેના કેરિયર પર અસર પડશે.
3/7
ભોજપુરી ફિલ્મોમાં કામ કરનાર એક અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો કે મિથનના પુત્ર મહાઅક્ષયે તેની સાથે એપ્રિલ 2015માં શારીરિક સંબંધ બાંધ્યા હતાં. જ્યારે તે કોઈ કામના બહાને તેને મળવા માટે તેના ઘરે પહોંચી હતી.
4/7
તેણે એવો પણ આરોપ હતો કે જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે મિમોહે તેને કોઈ દવા પીવડાવી હતી, જેના કારણે તેનો ગર્ભપાત થઈ ગયો હતો. જ્યારે યોગિતા બાલી પર આરોપ છે કે તેણે મિમોહ સાથે સંબંધ રાખવા માટે ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી હતી. ફરિયાદીએ કહ્યું હતું કે, યોગિતા બાલી અને મિમોહે જાનથી મારી નાખવાની ધમકીથી ગભરાઈને તે મુંબઈથી દિલ્હી જતી રહી હતી.
5/7
આ અગાઉ ગુરૂવારે બોમ્બે હાઈકોર્ટે મહાઅક્ષય અને યોગિતા બાલીને આગોતરા જામીન આપી દીધા હતા. ફરિયાદી મહિલાએ મિથુનના પુત્ર પર છેતરપિંડી કરવાનો અને લગ્નનું ખોટું વચન આપીને ચાર વર્ષ સુધી જાતિય સંબંધો બનાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
6/7
દિલ્હીની એક અદાલતે મિથુન ચક્રવર્તીની પત્ની અને પુત્રને આગોતરા જામીન આપ્યા છે. તામિલનાડુના નીલગિરી જિલ્લામાં ઉટી ખાતે મિથુનની પોશ હોટેલમાં મહાઅક્ષયના લગ્ન થવાના હતા. પરંતુ પોલીસ ટીમ આવી પહોંચતા લગ્ન રદ કરવા પડ્યાં હતાં. દુલ્હનનો પરિવાર પણ એ સમયે પરત જતો રહ્યો હતો.
7/7
મુંબઈ: બોલિવુડ સુપરસ્ટાર રહી ચૂકેલા મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય ઉર્ફે મિમોહના શનિવારે લગ્ન હતા જોકે તે હવે ટળી ગયા છે. જેનું કારણ જાણીને તમને પણ આંચકો લાગશે. મહાઅક્ષય અને માતા યોગિતા બાલી પર એક મહિલાએ બળાત્કાર અને છેતરપિંડીના આરોપો લગાવ્યા છે. આ કેસના મામલે પોલીસની ટીમ લગ્ન સમારંભના સ્થળે પહોંચી હતી. જેના કારણે લગ્નન ટાળવા પડ્યા હતા.