બોલિવૂડના સુપરસ્ટાર સંજય દત્તે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો, જાણો ફેન્સને શું મેસેજ આપ્યો
ફોટો સોશિયલ મીડિયા પર પણ શેયર કર્યો હતો, જેની પર ફેન્સ ખૂબ રિએક્ટ કર્યુ હતું.
ફિલ્મ કલાકારો પણ કોરોના વેક્સિન લગાવી રહ્યા છે. સૈફ અલી ખાનથી લઈ રામ્યા કૃષ્ણન સુધી ઘણા કલાકારો એક બાદ એક કોરોના વેક્સિન લગાવી રહ્યા છે. હવે સંજય દત્તે પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. સંજય દત્તે બીકેસી જમ્બો વેક્સીનેશન સેન્ટરમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. સંજય દત્તે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો વેક્સીન લગાવતો ફોટો શેયર કર્યો છે. ફોટો શેયર કરવાની સાથે સંજય દત્તે તમામ ડોકટર્સ અને સમગ્ર ટીમનો આભાર માન્યો. ગયા વર્ષે જ સંજય દત્ત કેન્સરનો શિકાર થયા હતા. તેમને લંગ કેન્સર થયું હતું.
નોંધનીય છે કે, હાલમાં જ સંજયે દત્તે પોતાનો લુક પણ ચેન્જ કર્યો છે. તેનો ફોટો સોશિયલ મીડિયા પર પણ શેયર કર્યો હતો, જેની પર ફેન્સ ખૂબ રિએક્ટ કર્યુ હતું.ગયા વર્ષે જ સંજય દત્ત કેન્સરનો શિકાર થયા હતા. તેમને લંગ કેન્સર થયું હતું. આ ઘટના ઓગસ્ટ 2020ની છે. તેના થોડા મહિના બાદ ઓક્ટોબરમાં તેમને ટ્વીટ કર્યુ હતું કે થોડા અઠવાડિયાનો સમય મારા માટે મુશ્કેલભર્યો હતો. સંજય દત્ત હાલમાં ઘણા ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. સંજય દત્ત છેલ્લી વખત આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂરની સાથે સડક-2માં નજર આવ્યા હતા. તેઓ ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2માં નજર આવશે. જે 16 જુલાઈએ રિલીઝ થશે. ફિલ્મમાં સંજય સિવાય યશ અને રવીના ટંડન લીડ રોલમાં છે.
કોરોનાના કહેરની વચ્ચે ગુજરાતમાં રિકવરી રેટ ઘટ્યો, 14 રાજ્યો ગુજરાત કરતાં આગળ
એક જ દિવસમાં 5 ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, વિધાનસભા સત્ર દરમિયાન 9 MLA સંક્રમિત