ફેન્સે કરી એવી હરકત કે એક્ટ્રેસ આહના કુમરા થઈ ગઈ ગુસ્સે, જુઓ વાયરલ VIDEO
લિપસ્ટિક અંડર માય બુરખા અભિનેત્રી આહના કુમરાએ વેબ સિરીઝ દ્વારા અભિનયની શરૂઆત કરી હતી. હાલમાં જ તે કાજોલની ફિલ્મ 'સલામ વેંકી'માં જોવા મળી હતી.
લિપસ્ટિક અંડર માય બુરખા અભિનેત્રી આહના કુમરાએ વેબ સિરીઝ દ્વારા અભિનયની શરૂઆત કરી હતી. હાલમાં જ તે કાજોલની ફિલ્મ 'સલામ વેંકી'માં જોવા મળી હતી. આહાનાને 'સલામ વેંકી'થી ખાસ ઓળખ મળી હતી. આ દરમિયાન આહનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આહના સાથે ફોટો ક્લિક કરનાર એક ફેન્સે એવું કર્યું, જેના પછી એક્ટ્રેસ ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી.
View this post on Instagram
આહના કુમરાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે એક ઈવેન્ટમાં ભાગ લેવા માટે પહોંચી હતી. એક્ટ્રેસને જોઈને ફેન્સ તેની સાથે ફોટોઝ ક્લિક કરવા આગળ આવે છે. આ સ્થિતિમાં આહાનાએ ઘણા ચાહકો સાથે ખૂબ જ પ્રેમથી હસતા-હસતા ફોટો ક્લિક કરાવ્યા હતા. પરંતુ આ દરમિયાન એક વ્યક્તિએ તેની સાથે એવું કૃત્ય કર્યું, જેના પછી તે ખૂબ ગુસ્સે થઈ ગઈ.
ફોટો ક્લિક કરતી વખતે એક ફેને પોઝ આપતાં પાછળથી એક્ટ્રેસ આહનાને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તે એટલી ગુસ્સે થઈ કે કેમેરા સામે તેણે કહ્યું- 'મને હાથ ન લગાવો'. આટલું કહીને આહના ત્યાંથી નીકળી ગઈ હતી.
View this post on Instagram
આહના કુમરાના આ વીડિયો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અત્યાર સુધી ઘણી વખત જોવામાં આવ્યો છે.
View this post on Instagram