(Source: ECI/ABP News/ABP Majha)
Ideas of India: મલયાલમ, તમિલ ફિલ્મોથી એક્ટ્રેસને કરી હતી બહાર! બોલીવૂડની આ ફિલ્મે બદલી વિદ્યા બાલનની જિંદગી
બોલિવૂડ ફિલ્મોમાં પોતાના અભિનય અને ક્ષમતાના દમ પર આગવી ઓળખ ઉભી કરનાર અભિનેત્રી વિદ્યા બાલનના લાખો ચાહકો છે.
Ideas of India Summit 2022: બોલિવૂડ ફિલ્મોમાં પોતાના અભિનય અને ક્ષમતાના દમ પર આગવી ઓળખ ઉભી કરનાર અભિનેત્રી વિદ્યા બાલનના લાખો ચાહકો છે. વિદ્યા બાલને તેની ફિલ્મોથી માત્ર દર્શકોને જ મંત્રમુગ્ધ કર્યા નથી પરંતુ તેમને વિચારવા પર મજબૂર કરનાર આકર્ષક સંદેશા પણ આપ્યા છે. વિદ્યા બાલને તેની કારકિર્દીમાં અનેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે, ફિલ્મ ડર્ટી પિક્ચરથી લઈને તાજેતરમાં રિલીઝ થયેલી જલસા સુધી, અભિનેત્રીનો અભિનય પ્રશંસનીય છે. વિદ્યા બાલને એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટ 2022માં ભાગ લીધો હતો અને તેની કારકિર્દીની મહિલા કેન્દ્રિત ફિલ્મો પર ખુલીને વાત કરી હતી.
આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટમાં વિદ્યા બાલને તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, તેની પ્રથમ ફિલ્મ મલયાલમ હતી, જેનું પ્રથમ શેડ્યૂલ પૂર્ણ કર્યા બાદ તે મુંબઈ પરત આવી હતી, તેને 6-7 મલયાલમ ફિલ્મોની ઑફર મળી હતી. એક્ટ્રેસે જણાવ્યું, તેને ફોન કરીને સ્ટોરી સંભળાવવામાં આવતી, કહેવામાં આવતું કે તમે આવશે તો કૉસ્ટ્યૂમ વગેરેને લઈ વાત કરીશું પરંતુ કંઈ આયોજન નહોતુ થતું. વિદ્યા બાલને જણાવ્યું, ફરી સમાચાર આવ્યા કે જે મલયાલમ ફિલ્મમાં તે કામ કરી રહી તે બંધ થઈ ગઈ છે. એક્ટ્રેસે જણાવ્યું, ડાયરેક્ટર્સ મોહનલાલ અને કમલ એક સાથે 8 ફિલ્મો કરી ચૂક્યા છે, તે (વિદ્યાની પ્રથમ ફિલ્મ) ફિલ્મ તેમની 9મી ફિલ્મ હતી, હવે ફિલ્મ બંધ થવા પર કોઈના પર તો લેબલ લગાવવાનું હતું... વિદ્યાએ જણાવ્યું, ત્યારબાદ જે 6-7 ફિલ્મો હતી તેમાંથી પણ તેને બહાર કરવામાં આવી હતી.
વિદ્યા બાલને સમિટ દરમિયાન જણાવ્યું કે, ત્યારબાદ તેણે ઘણી તમિલ ફિલ્મો સાઈન કરી અને તેમાંથી પણ તે બહાર થઈ ગઈ. તે એક તમિલ ફિલ્મ માટે પણ શૂટિંગ કરી રહી હતી, જ્યારે તેના નિર્માતાને પણ તે જ જીન્ક્સ (બદનસીબનું લેબલ) વિશે ખબર પડી અને તે પણ ગભરાઈ ગયા અને તેણે પણ ફિલ્મમાંથી બહાર કરી. એમ કહીને કે તેની કુંડળી તપાસી છે તો આ યોગ્ય સમય નથી, તેથી તેણે પણ બહાર કરી. વિદ્યા બાલને કહ્યું કે તે દરમિયાન તે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ હતી. વિદ્યા બાલને તેની કારકિર્દીના શરૂઆતના સમય વિશે કહ્યું, આભાર કે તે પછી તે પ્રદીપ સરકારને મળી, જેણે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે ફરી પરિણીતા આપી હતી.