Actor Allu Arjun: સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં મહિલાના મોતના મામલામાં અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી રહી છે.
Actor Allu Arjun: હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં મહિલાના મોતના મામલામાં અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી રહી છે. અભિનેતાની હૈદરાબાદ પોલીસે આજે જ ધરપકડ કરી હતી અને હવે સમાચાર છે કે અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હૈદરાબાદની નામપલ્લી કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.
હૈદરાબાદની નામપલ્લી કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. જે અભિનેતા અને તેના ચાહકો માટે મોટો ઝટકો છે. આ કેસ 4 ડિસેમ્બરે પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ સાથે સંબંધિત છે, જેમાં 35 વર્ષીય મહિલા (રેવતી)નું મૃત્યુ થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા.
અલ્લુ અર્જુન પર આરોપ
ઘટના બાદ મહિલાના પરિવારે અભિનેતા અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ દાખલ કર્યો હતો. અલ્લુ અર્જુન પર પોલીસને જાણ કર્યા વિના થિયેટરમાં પહોંચવાનો આરોપ છે. જેના કારણે સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા થઈ શકી નથી. જ્યારે લોકોને અલ્લુ અર્જુનના થિયેટરમાં આવવાની જાણ થઈ, ત્યારે સુપરસ્ટારને જોવા માટે લોકોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ, જેના કારણે ભાગદોડ મચી ગઈ અને એક મહિલાનું મોત થઈ ગયું. અભિનેતા વિરુદ્ધ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 108(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
સંધ્યા થિયેટરની શું હતી ઘટના
અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2: ધ રૂલ 5મી ડિસેમ્બર 2024ના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી.. એક દિવસ પહેલા બુધવારે રાત્રે હૈદબાદમાં આરટીસી ઇન્ટરસેક્શન સ્થિત સંધ્યા થિયેટરમાં પ્રીમિયર શો થયો હતો, જ્યાં અલુ અર્જુન પહોચ્યાો હતો આ દરમિયાન ભીડ બેકાબૂ થઇ ગઇ હતી અને નાસભાગ મચી જતાં ભાગદોડમાં 39 વર્ષીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને લઇને જ આજે સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. ઘટના બાદ અભિનેતાએ દુર્ઘટના અને મોતને લઇને સંવેદના પ્રગટ કરતા મૃતકના પરિવારને શક્ય તેટલી મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.
ફિલ્મ 'પુષ્પા-2' અને ખુદ અલ્લુ અર્જુનની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે લોકો તેની એક ઝલક જોવા આતુર છે. આ ઘટનામાં , તેઓ તેમની ફિલ્મના પ્રમોશન માટે અલગથી જઈ રહ્યા હતા અને તે જ ક્રમમાં તેઓ સંધ્યા થિયેટરમાં પણ પહોંચ્યા હતા. કદાચ તેમને અંદાજ પણ ન હતો કે અહીં આટલી ભીડ હશે.