India Weather Updates: દેશના આટલા રાજ્યોમાં ઠંડી બોલાવશે ભુક્કા, ક્યાં છવાઈ બરફની ચાદર
India Weather Updates | દેશના આટલા રાજ્યોમાં ઠંડી બોલાવશે ભુક્કા, ક્યાં છવાઈ બરફની ચાદર
પાકિસ્તાનના ઉત્તર ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં સતત હિમવર્ષા થઈ રહી છે. હિમાલયથી મેદાની વિસ્તારો તરફ ફૂંકાતા પવનોને કારણે 11 રાજ્યોમાં શીત લહેર ફૂંકાઈ રહી છે.
ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હીના ઘણા જિલ્લાઓમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. રાજસ્થાનના સીકરમાં સૌથી નીચું તાપમાન 1° નોંધાયું હતું.કાશ્મીરના બારામુલા, કુપવાડા, શોપિયાં, પુલવામા અને બાંદીપોરામાં હિમવર્ષા ચાલુ છે. અહીં 7 જિલ્લામાં પારો માઈનસમાં નોંધાયો હતો. હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં કીલોંગ ઉદયપુર રોડ પાસે હિમવર્ષાને કારણે એક નદી જામી ગઈ છે.દક્ષિણ ભારતના તમિલનાડુ અને કર્ણાટકમાં આજે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે પુડુચેરી અને કરાઈકલની શાળાઓમાં શુક્રવારની રજા જાહેર કરવામાં આવી છે.