સલમાન ખાનના ખાસ ફ્રેન્ડ એવા એક્ટરને ઘરેથી મળ્યું ડ્રગ્સ, NCBએ કરી ધરપકડ ને..........
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ડ્રગ્સ કેસમાં મોટી કાર્યવાહી કરીને અભિનેતા અરમાન કોહલીની ધરપકડ કરી છે.
મુંબઈઃ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ડ્રગ્સ કેસમાં મોટી કાર્યવાહી કરીને અભિનેતા અરમાન કોહલીની ધરપકડ કરી છે. એક્ટર અને બિગ બોસ 7ના સ્પર્ધક રહી ચુકેલો અરમાન કોહલીના જુહૂ સ્થિત ઘરે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ રેડ પાડી હતી. આ રેડ દરમિયાન નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ને એક્ટરનાં ઘરેથી ડ્રગ્સ મળી આવ્યું છે. ડ્રગ્સ મળી આવતાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે. અરમાન કોહલીના પિતા રાજકુમાર કોહલી જાણીતા ફિલ્મ નિર્માતા હતા. અરમાન કોહલી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. સલમાન ખાન અને સોનમ કપૂરની પ્રેમ રતન ધ પાયો ફિલ્મમા તેણે વિલનની ભૂમિકા ભજવી હતી. અરમાન કોહલીની ગણના સલમાન ખાનના મિત્ર તરીકે થાય છે.
ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ પ્રમાણે, અગાઉથી મળેલી બાતમીના આઝારા પડાયેલી રેઇડ દરમિયાન એક્ટરનાં ઘરેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમને ડ્રગ્સ મળી આવ્યું હતું. તેના પગલે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ અરમાનની અટકાયત કરી હતી અને તેને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ઓફિસમાં લઈ જવાયો હતો. NCB ઓફિસમાં અરમાનની પૂછપરછ કરવામાં આવશે. NCB મુંબઇ ક્ષેત્રીય નિર્દેશક સમીર વાનખેડેએ કહ્યું કે, એક્ટર અરમાન કોહલીના ઘરેથી ડ્રગ્સ જપ્તે કરાયું છે.
સમીર વાનખેડેએ કહ્યું કે, એક્ટરનાં ઘરે નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઇકોટ્રોપિક સબસ્ટેંટ એક્ટ 1985 હેઠળ રેઇડ પાડી હતી. આ મામલાની તપાસ હજુ પણ ચાલું છે.
ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોતના પગલે બોલીવુડમાં ડ્રગ્સના દૂષણ અંગેના આક્ષેપો થયા હતા. સુશાંતની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીની આ કેસમાં ધરપકડ કરાઈ હતી પણ તે જામીન પર છૂટી ગઈ હતી