શોધખોળ કરો
Advertisement
ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર ભડક્યો ગોવિંદા, બોલ્યો- ગણ્યા-ગાંઠ્યા લોકો ચલાવે છે આખુ બૉલીવુડ
ગોવિંદાનુ કહેવુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જૂથવાદ છે, અને ગણ્યા ગાંઠ્યા લોકો છે, જે આખી ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે, તે ચલાવી રહ્યાં છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ઇન્ડસ્ટ્રીમાં આઉટસાઇડર અને ઇનસાઇડરની ચર્ચાએ જોર પકડ્યુ છે. સતત ચાલી રહેલી આ ચર્ચા પર હવે બૉલીવુડ એક્ટર ગોવિંદાએ પોતાનુ રિએક્શન આપ્યુ છે. ગોવિંદાનુ કહેવુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જૂથવાદ છે, અને ગણ્યા ગાંઠ્યા લોકો છે, જે આખી ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે, તે ચલાવી રહ્યાં છે.
ગોવિંદાએ કહ્યું કે, તેમની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહેવા અને મારી એન્ટ્રીમાં લગભગ 33 વર્ષનો ફરક હતો, જ્યારે હુ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યાં સુધી કેટલાક નવા પ્રૉડ્યૂસર અને નિર્દેશક આવી ગયા હતા. મારે તેમને મળવા માટે કેટલાય કલાક સુધી રાહ જોવી પડતી હતી. હું જાણતો હતો તેઓ મારી સાથે આવો વ્યવહાર કેમ કરતા હતા, પણ હું આ બધાને મારા આર્ટની વચ્ચે ન હતો આવવા દેતો.
ગોવિંદાને પોતાની કેરિયરના શરૂઆતી સમયમાં જ સફળતા મળી ગઇ હતી. આને લઇને તેમને કહ્યું કે તે જાણે છે કે અમિતાભ જી, રાજકપૂર જી અને વિનોદ ખન્ના જીએ આ મુકામને હાંસલ કરવા માટે ખુબ સ્ટ્રગલ કર્યુ છે.
ગોવિંદાએ કહ્યું સફળતા ઘણીવાર તમને કઠોળ બનાવી દે છે, અને આગળ નથી વધવા દેતી. મારા અનુભવથી હુ એ કહી શકુ કે જો તમે શાલિનતાથી મદદ માંગો છો તો તે તમારા માટે સહાયક સાબિત થશે. ફિલ્મ આર્ટથી બને છે, અને આપણે તેને બિઝનેસ બનાવી દીધો છે.આર્ટિસ્ટ પણ માણસ છે, પ્રૉડક્ટ નથી. જેનામાં ટેલેન્ટ છે તેનો સ્વિકાર કરો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement