ધ કાશ્મીર ફાઇલ્સ વિશે સવાલો કરી રહેલા પત્રકાર પર ભડક્યો આ હીરો, મુરખ કહીને ઝાટકી નાંખ્યો, જાણો
સામાન્ય રીતે હાલમાં સૌથી વધુ ચર્ચિત જો કોઇ ફિલ્મ હોય તો તે છે ધ કાશ્મીર ફાઇલ્સ, પત્રકારો પણ આનો મોકો નથી છોડતા
John Abraham : બૉલીવુડ એક્ટર જૉન અબ્રાહમ આમ તો બહુ ફિલ્મોમાં દેખાતો નથી, પરંતુ હાલમાં તે પોતાની અપકમિંગ ફિલ્મ એટેકને લઇને ચર્ચામાં છે. જૉન અબ્રાહમ સૌથી વધુ ચર્ચામાં કાશ્મીર ફાઇલ્સને લઇને પણ આવી ગયો છે કેમ કે જૉન અબ્રાહમે કાશ્મીર ફાઇલ્સ પર સવાલો કરતા તે પત્રકાર પર ગુસ્સે થઇ ગયો હતો.
સામાન્ય રીતે હાલમાં સૌથી વધુ ચર્ચિત જો કોઇ ફિલ્મ હોય તો તે છે ધ કાશ્મીર ફાઇલ્સ, પત્રકારો પણ આનો મોકો નથી છોડતા, બૉલીવુડ એક્ટર, એક્ટ્રેસ કે પ્રૉડ્યૂસર હોય તો તેને પહેલા જ કાશ્મીર ફાઇલ્સ વિેશે વિચારો પુછી લેછે, મુંબઇમાં આવુ જ જૉન અબ્રાહમ સાથે થયું, અને તે પત્રકાર પર ગુસ્સે થઇ ગયો હતો.
View this post on Instagram
હાલમાં જ જૉન અબ્રાહમની અપકમિંગ ફિલ્મ એટેકને લઇને એક પત્રકાર પરિષદ હતી જેમાં તેને એટેક ફિલ્મ સિવયા અન્ય ફિલ્મ વિશે પ્રશ્ર પુછાતાં તેણે પત્રકારોને ઝાટક્યા હતા. એક પત્રકારે તેમને ધ કશ્મીર ફાઇલ્સ વિશે તેમના વિચારો જણાવવાનું કહ્યું હતું.ત્યારે જોને ગુસ્સે થઇને કહ્યું હતું કે, લાગે છે કે, તમને ન્યૂઝ ડેસ્ક પર કોઇ વિવાદ ચગાવાનું કહીને આ કોન્ફરન્સમાં મોકલવામાં આવ્યા છે. હું શા માટે ધ ક્શ્મીર ફાઇલ વિશે મારા વિચાર જણાવું. અહીં મારી ફિલ્મ એટેક માટે વાત કરવાની છે. જો તમને એની સાથે કોઇ પરેશાની હોય તો મને માફ કરશો. મેં વાસ્તવમાં તમારું દિલ દુખાવ્યું છે. શારિરીક રીતે ફિટ હોવાની સાથેસાથે હું માનસિક રીતે પણ ફિટ રહેવાના પ્રયાસ કરી રહ્યો છું, જેથી તમારા આવા ફાલતુ પ્રશ્રોના ઉત્તર આપી શકું. મને લાગે છે કે અહીં આવેલા લોકો સાવ જ મૂરખ છે. એકટરે એ વ્યક્તિના હવાલાથી સહુની માફી માંગી હતી અને સાથે એમ પણ કહ્યું હતું કે, આ વ્યક્તિ પોતાનું દિમાગ ઘરે છોડીને આવ્યો છે.
પત્રકારે ફિલ્મમાં ઓવરએકશન સીન્સને લઇને પ્રશ્રો કરતા પણ જોન ગુસ્સે થયો હતો અને તેમને મુરખ કહ્યા હતા.
View this post on Instagram