શોધખોળ કરો
Advertisement
37 વર્ષીય એક્ટર કુશલ પંજાબીએ ઘરે જ ફાંસી ખાઇને કરી આત્મહત્યા, જાણો વિગતે
અભિનેતા કરમવીર બોહરાએ એબીપી ન્યૂઝની સાથે ફોન પર વાતચીત દરમિયાન ખબરની પુષ્ટિ કરી. કુશાલ પંજાબીની સાથે પત્ની, પોતાના માતા-પિતા, બહેન અને એક ચાર વર્ષના છોકરો હતો
મુંબઇઃ જાણીતા ટીવી અને ફિલ્મ અભિનેતા કુશાલ પંજાબીએ શુક્રવારે સાંજે મુંબઇમાં બ્રાંદ્રા સ્થિત પોતાના ઘરે ફાંસી ખાઇને આત્મહત્યા કરી લીધી છે. એક્ટર માત્ર 37 વર્ષનો જ હતો. કુશાલ પંજાબીના મોતના સમાચાર જાણ્યા પછી તેના પરિવારજનો, સગા-સંબંધિઓ અને ફેન્સમાં શોકની લહેર ફરી વળી છે. એક્ટરે ફેમસ ટીવી સીરિયલ 'ઇશ્ક મેં મરજાવાં'માં પણ કામ કર્યુ હતુ.
અભિનેતા કરમવીર બોહરાએ એબીપી ન્યૂઝની સાથે ફોન પર વાતચીત દરમિયાન ખબરની પુષ્ટિ કરી. કુશાલ પંજાબીની સાથે પત્ની, પોતાના માતા-પિતા, બહેન અને એક ચાર વર્ષના છોકરો હતો.
કુશલ પંજાબીએ ફરહાન અખ્તરની ફિલ્મ લક્ષ્ય, કરણ જોહરની ફિલ્મ કાલ, નિખિલ અડવાણીની સલામ-એ-ઇશ્ક અને વિવેક અગ્નિહોત્રીની દે દના દન ગોલી જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. આ ઉપરાંત તેને કેટલાય રિયાલિટી શૉ, વેબ શૉ, કુસુમ, ઇશ્ક મે મરજાવાં સહિતની લોકપ્રિય ટીવી સીરિયલોમાં પણ કામ કર્યુ હતુ.
કરણવીર બોહરાએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન કહ્યું- કુશલ પંજાબી એક ઉમદા અને સારો માણસ હતો, ખુશમિજાજી હતો. હુ પણ કુશલ પંજાબીના મોતના સમાચાર સાંભળીને સ્તબ્ધ થઇ ગયો છુ. કરણવીરે કહ્યું મને ખબર નથી પડતી કે તે કયા પ્રકારની માનસિક બિમારીમાંથી પસાર થઇ રહ્યો હતો કે, જેના કારણે તેને આ પગલુ ભર્યુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement