શોધખોળ કરો
Advertisement
ફક્ત 10 લોકોની હાજરીમાં આ એક્ટરે ગર્લફ્રેન્ડ સાથે લૉકડાઉનમાં કરી લીધા લગ્ન, ગુરુદ્વારામાં લીધા સાત ફેરા
લૉકડાઉનમાં જાણીતા એક્ટર મનિષ રાયસિંઘને એક્ટ્રેસ સંગીતા ચૌહાણ સાથે 30 જૂનના રોજ લગ્ન કરી લીધા. ખાસ વાત છે કે બન્નેએ લૉકડાઉનના નિયમોનુ પાલન કરીને લગ્ન કર્યા હતા, આની તસવીરો વાયરલ થઇ રહી છે
નવી દિલ્હીઃ કોરોના કારણે દેશભરમાં લૉકડાઉન લાગુ થયુ બાદમાં હવે અનલૉક ચાલુ છે. આ દરમિયાન લૉકડાઉનમાં જાણીતા એક્ટર મનિષ રાયસિંઘને એક્ટ્રેસ સંગીતા ચૌહાણ સાથે 30 જૂનના રોજ લગ્ન કરી લીધા. ખાસ વાત છે કે બન્નેએ લૉકડાઉનના નિયમોનુ પાલન કરીને લગ્ન કર્યા હતા, આની તસવીરો વાયરલ થઇ રહી છે.
કોરોના વાયરસ અને લૉકડાઉનની વચ્ચે થયેલા આ લગ્ન એકદમ ખાસ રહ્યાં. બન્નેએ ગુરુદ્વારામાં જઇને લગ્ન કર્યા હતા. લૉકડાઉનના કારણે બન્નેના લગ્નમાં કેટલાક 10 લોકો જ સામેલ થયા હતા, જેમાં પરિવાર અને ખાસ નજીકના મિત્રો હતા. બન્ને પોતાના લગ્નમાં એકદમ સિમ્પલ અંદાજમાં તૈયાર થયા હતા. એક્ટ્રેસ સંગીતા ચૌહાણે રાની પિન્ક બનારસી સૂટની સાથે મેચિંગનો ફેસ માસ્ક પહેર્યો હતો, અને એક સ્ટેટમેન્ટ નેકલેસ, ચૂડા અને કલીરે પહેરી હતી.
વળી, એક્ટર મનિષે ગુલાબી કુર્તો અને તેના ઉપર ઇન્ડિગો જવાર જેકેટ પહેર્યુ હતુ. સંગીતા સાથે લગ્ન પહેલા મનિષ માટે એક પૉસ્ટ શેર કરી, અને તેને એક લગ્નનુ નિમંત્રણ પત્ર શેર કર્યુ હતુ.બન્નેએ શીખ રીતરિવાજ પ્રમાણે એકબીજા સાથે માસ્ક પહેરીને સાત ફેર ફર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement