શોધખોળ કરો
Advertisement
પોતાની તસવીર વાળા જોક્સ-મીમ્સ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા તો ભડક્યો આ એક્ટર, પોલીસ અને CMને કરી દીધી ફરિયાદ
આ વાતની ફરિયાદ એક્ટરે મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને કરી દીધી, બાદમાં મુંબઇ પોલીસે રિપ્યાલ આપતા કહ્યું કે, આને આગળની કાર્યવાહી માટે સાયબર સેલ અને સોશ્યલ મીડિયા લેબને સોંપી દેવામાં આવી છે
મુંબઇઃ કોરોના વાયરસની વચ્ચે એક ખબર આવી છે કે સોશ્યલ મીડિયા પર પોતાના ઉપર બની રહેલા મીમ્સ અને જોક્સને લઇને બૉલીવુડ એક્ટરે ફરિયાદ નોંધાવી છે.
ફિલ્મ જોલી એલએલબી અને રેડમાં ખાસ રૉલમાં કામ કરી ચૂકેલો એક્ટર સૌરભ શુક્લા પોતાની ઉપર બની રહેલા મીમ્સ અને જોક્સને લઇને ગુસ્સે ભરાયો છે, અને ટ્વીટ દ્વારા પોલીસમાં પણ આની ફરિયાદ કરી દીધી છે. એક્ટરે મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે.
નેશનલ એવોર્ડ વિનર એક્ટરે પોતાની ફરિયાદમાં લખ્યું- આવા સમયે આવા બેદરકારી ભર્યા મીમ્સ અને જોક્સ શેર કરવા યોગ્ય નથી. મારી તસવીરોને ખોટી રીતે સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. હું આ વાતનો સ્વીકાર નથી કરતો. હું તસવીરો જોઇને પરેશાન છું
આ વાતની ફરિયાદ એક્ટરે મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને કરી દીધી, બાદમાં મુંબઇ પોલીસે રિપ્યાલ આપતા કહ્યું કે, આને આગળની કાર્યવાહી માટે સાયબર સેલ અને સોશ્યલ મીડિયા લેબને સોંપી દેવામાં આવી છે.
ખરેખરમાં, સોશ્યલ મીડિયા દ્વારા સૌરભ શુક્લાની એક ફેક ઇમેજ વાયરલ કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતુ.. ડિયર પોલીસ... જે લોકો લૉકડાઉનમાં રસ્તાંઓ પર ફરી રહ્યા છે, તેમને સજા આપવાની જગ્યાએ કોરોના દર્દીઓની સર્વિસમાં લગાવી દો, કેમકે આ લોકો કૉન્ફિડેન્ટ છે કે તેમનું કંઇજ નહી બગડી શકે. આ મેસેજ એક બોર્ડ પર લખેલો દેખાઇ રહ્યો છે, સાથે સાઇડમાં સૌરભ શુક્લા ઉભેલા દેખાઇ રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion