શોધખોળ કરો
Advertisement
શહીર શેખે આ તસવીર સાથે કન્ફોર્મ કર્યુ ગર્લફ્રેન્ડ રુચિકા સાથે રિલેશન, ડિસેમ્બરમાં કરવાના છે લગ્ન
શહીર શેખે ગર્લફ્રેન્ડ રુચિકા કપૂર સાથે એક તસવીર શેર કરી હતી, જેના દ્વારા તેને ફેન્સને જણાવ્યુ કે બન્ને ડેટ કરી રહ્યાં છે. આવામાં રિપોર્ટ છે કે બન્ને જલ્દી જ લગ્ન કરવા જઇ રહ્યાં છે
નવી દિલ્હીઃ અભિેનતા શહીર શેખના ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે, રિપોર્ટ છે કે બહુ જલ્દી શહીર શેખ પોતાની ગર્લફ્રેન્ડ રુચિકા સાથે લગ્ન કરવાનો પ્લાન તૈયાર કરી રહ્યો છે. શહીર શેખે તાજેતરમાંજ સોશ્યલ મીડિયા પર રુચિકા કપૂર સાથેના પોતાના સંબંધોનુ એલાન કર્યુ છે. આ પછી તેના લગ્નને લઇને તમામ કયાસો તેજ થઇ ગયા છે, જોકે બન્નેમાંથી કોઇએ પણ પોતાના લગ્નની તારીખને લઇને કંઇપણ ઓફિશિયલ નથી કર્યુ.
શહીર શેખે ગર્લફ્રેન્ડ રુચિકા કપૂર સાથે એક તસવીર શેર કરી હતી, જેના દ્વારા તેને ફેન્સને જણાવ્યુ કે બન્ને ડેટ કરી રહ્યાં છે. આવામાં રિપોર્ટ છે કે બન્ને જલ્દી જ લગ્ન કરવા જઇ રહ્યાં છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બન્ને ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. જોકે તેમના તરફથી હજુ સુધી સમાચારો પ્રતિક્રિયા નથી આપવામાં આવી. પરંતુ જે રીતે એક્ટ્રેસને લઇને ફિલિંગ્સ શેર કરી છે તેના પરથી કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે તે બહુ જલ્દી લગ્નનાં બંધનમાં બંધાવવાના છે.
ઉલ્લેખનીય છે કે શહીર શેખે રુચિકાની તસવીર શેર કરતા તેને માય ગર્લ કહ્યું હતો, અને ત્યારબાદ તેને એક્ટ્રેસ રૂચિકાની પૉસ્ટની સાથે 'ikigai'નો ઉપયોગ કર્યો હતો. જે એક જાપાની શબ્દ છે, આ શબ્દનો અર્થ જીવવાનુ કારણ થાય છે. શહીરે આ પૉસ્ટ બાદ તેને બધી બાજુથી અભિનંદન મળવા લાગ્યા હતા.
ઉલ્લેખનીય છે કે શહીર શેખ કેટલીય ટીવી સીરિયલોમાં કામ કરી ચૂક્યો છે, મસ્ત હૈ લાઇફ, ઝાંસી કી રાની, તેરી મેરી લવ સ્ટૉરી, મહાભારત, કુછ રંગ પ્યાર કે વગેરે વગેરેમાં કામ કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement