શોધખોળ કરો
Advertisement
સુશાંત કેસમાં ધ્યાન ભટકાવવા મામલે આ એક્ટર ભડક્યો, બોલ્યો- ડ્રગીસ ને મરવા દો, અમને તો એ બતાવો......
શેખર સુમનનુ કહેવુ છે કે ડ્રગ્સના એન્ગલના કારણે સુશાંત સિંહ રાજપૂતના કેસનો મુદ્દો ભડકી ગયો છે. સુશાંતના મોતથી ધ્યાન ભટકાવીને લોકોનુ ધ્યાન ડ્રગ્સ પેડલિંગ તરફ થઇ ગયુ છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ પછી આ કેસ ખુબ ચર્ચમાં રહ્યો છે. વળી છેલ્લા કેટલાક સમયથી સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો છે, અને ધીમે ધીમે તે મોટો થતો જાય છે. આવામાં એક્ટર શેખર સુમન ભડક્યો છે. શેખર સુમનનુ કહેવુ છે કે ડ્રગ્સના એન્ગલના કારણે સુશાંત સિંહ રાજપૂતના કેસનો મુદ્દો ભડકી ગયો છે. સુશાંતના મોતથી ધ્યાન ભટકાવીને લોકોનુ ધ્યાન ડ્રગ્સ પેડલિંગ તરફ થઇ ગયુ છે.
એ તો આપણે બધા જાણીએ છીએ કે સુશાંત કેસમાં ડ્રગ્સનુ એન્ગલ સામે આવ્યા બાદથી રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તીની ધરપકડ કરાઇ છે, બાદમાં બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના મોટા નામ ડ્રગ્સ મામલે સામે આવી ચૂક્યા છે. આવામાં શેખર સુમનને લાગે છે કે આ કારણે સુશાંત સિંહ રાજપૂતના મોતના મુદ્દાને લોકો ભૂલી ગયા છે.શેખર સુમનનુ માનવુ છે કે સુશાંતના મોતના કેસથી લોકોનુ ધ્યાન બૉલીવુડમાં ડ્રગ પેડલિંગ તરફ ખેંચવામાં આવી રહ્યું છે.
તાજેતરમાંજ શેખર સુમને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આના વિશે લખ્યુ છે- ડ્રગીજને મરવા દો, તેમને દેશમાંથી કાઢો કે જેલમાં નાંખો તેનાથી અમને કોઇ ફરક નથી પડતો, પરંતુ અમને એ વાતથી ફરક પડે છે કે આખરે સુશાંત સિંહ રાજપૂતને કોણે માર્યો, આ કેસ સાથે જોડાયેલા સાક્ષીઓ હવે ક્યાં ગાયબ થઇ ગયા. હવે શેખર સુમનનુ આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યુ છે. સાથે જ ફેન્સ આ ટ્વીટ પર સતત કૉમેન્ટ કરી રહ્યાં છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion