જ્હાન્વી કપૂર અને વરુણ ધવન પહેલીવાર કરશે રોમાન્સ, જાણો કઇ ફિલ્મ માટે બન્ને તૈયાર થયા.......
ફિલ્મમાં વરુણ ધવન અને જ્હાન્વી કપૂર બન્ને લીડ રૉલમાં હશે, ફિલ્મનુ નિર્દશન નેશનલ એવોર્ડ વિનિંગ નિર્દેશક નિતેશ તિવારી અને સાજિદ નાડિયાદવાલા કરી રહ્યાં છે393
![જ્હાન્વી કપૂર અને વરુણ ધવન પહેલીવાર કરશે રોમાન્સ, જાણો કઇ ફિલ્મ માટે બન્ને તૈયાર થયા....... Actor varun dhawan and janhvi kapoor will be seen in film bawal જ્હાન્વી કપૂર અને વરુણ ધવન પહેલીવાર કરશે રોમાન્સ, જાણો કઇ ફિલ્મ માટે બન્ને તૈયાર થયા.......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/30/00e999b494e45d5f31167b30d4e30562_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બૉલીવુડમાંથી વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે, આ સમાચાર જ્હાન્વી કપૂર અને વરુણ ધવનના ફેન્સ માટે ખાસ છે, કેમ કે એક્ટર વરુણ ધવન અને જ્હાન્વી કપૂર પહેલીવાર મોટા પડદા પર એકસાથે ધમાલ મચાવશે. વરુણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ કરી છે, જેમાં તેને પોતાની નવી ફિલ્મનુ એલાન કર્યુ છે. આ ફિલ્મમાં તે જ્હાન્વી કપૂર સાથે રોમાન્સ કરતો દેખાશે અને ફિલ્મનુ નામ છે 'બવાલ', આ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પણ અંદાજમાં જોવા મળશે.
ફિલ્મમાં વરુણ ધવન અને જ્હાન્વી કપૂર બન્ને લીડ રૉલમાં હશે, ફિલ્મનુ નિર્દશન નેશનલ એવોર્ડ વિનિંગ નિર્દેશક નિતેશ તિવારી અને સાજિદ નાડિયાદવાલા કરી રહ્યાં છે,પૉસ્ટ શેર કરવાની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ વરુણ જાહેર કરી દીધી છે.
પૉસ્ટર શેર કરતા વરુણ લખ્યું- હવે થશે બબાલ... સાજિદ નાડિયાદવાલા અને નિતેશ તિવારીની સાથે પોતાની અપકમિંગ ફિલ્મ માટે બહુજ ઉત્સાહિત છું. 7 એપ્રિલ 2023 એ થિએટરમાં તમને મળવાનો ઇન્તજાર નથી કરી શકતો. જોકે ફિલ્મની કહાની શુ હશે તેની કોઇ માહિતી સામે નથી આવી.
View this post on Instagram
આ ફિલ્મમાં તેમણે વરુણ ધવન અને જાહ્નવી કપૂરને ફ્રેશ જોડી તરીકે મુખ્ય રોલમાં લીધા છે. જોકે આ ફિલ્મની વિશે વધુ જાણકારી નિર્માતાઓ દ્વારા ગુપ્ત રાખવામાં આવી છે. જોકે યુવા વર્ગના પસંદગીના આ અભિનેતા અને અભિનેત્રીને જોડીને રૂપેરી પડદે સાથે જોવા માટે તેમના પ્રશંસકો ઉત્સુક છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)