શોધખોળ કરો
કોરોનાની ઝપેટમાં આવેલી આ હૉટ એક્ટ્રેસે કરી પૉસ્ટ, 'કોઇ વેક્સિન બનાવી દો ભાઇ, નહીં તો જવાની જતી રહેશે'
હવે મલાઇકા અરોડાની બીજી એક પૉસ્ટ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે, તાજેતરમાં જ મલાઇકાએ પોતાની ઇન્સ્ટા પર સ્ટૉરી લખી છે- કોઇ વેક્સિન બનાવી દો ભાઇ, નહીં તો જવાની જતી રહેશે. હવે મલાઇકાની આ પૉસ્ટ પરથી અંદાજો લગાવી શકાય છે કે મલાઇકા સેલ્ફ આઇસૉલેશનથી ખુબ પરેશાન થઇ ચૂકી છે
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ અને ફિટનેસ ફ્રિક અભિનેત્રી મલાઇકા અરોડા હાલ કોરોના ગ્રસ્ત થઇ છે. કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્ય બાદ તે હૉમ આઇસૉલેટ થઇ ચૂકી છે. કોરોનેલ લઇને ચિંતિત એક્ટ્રેસે પોતાના સોશ્યલ મીડિયા પર પૉસ્ટ લખી છે, અને જલ્દી વેક્સિન બનાવવા માટે અપીલ કરી છે. મલાઇકા કોરોના પૉઝિટીવ થતા તેને લખ્યું હતું કે - 'Malaika Arora COVID-19 Positive'.
હવે મલાઇકા અરોડાની બીજી એક પૉસ્ટ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે, તાજેતરમાં જ મલાઇકાએ પોતાની ઇન્સ્ટા પર સ્ટૉરી લખી છે- કોઇ વેક્સિન બનાવી દો ભાઇ, નહીં તો જવાની જતી રહેશે. હવે મલાઇકાની આ પૉસ્ટ પરથી અંદાજો લગાવી શકાય છે કે મલાઇકા સેલ્ફ આઇસૉલેશનથી ખુબ પરેશાન થઇ ચૂકી છે. જોકે, મલાઇકા આ પૉસ્ટ એકદમ મજાકિયા અંદાજમાં લખી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા મલાઇકા અને અર્જૂન કપૂર બન્નેએ એક પૉસ્ટ લખીને પોતે ખુદ પૉઝિટીવ હોવાની જાણ કરી હતી. આ પહેલા અભિનેતા અર્જૂન કપૂર કોરોનાગ્રસ્ત થયો હતો, તે કોરોના વાયરસથી પૉઝિટીવ નીકળ્યો હતો. અભિનેતા હાલ હૉમ ક્વૉરન્ટાઇનમાં છે. અર્જૂન કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- તમને બધાને જાણ કરવાની મારી ફરજ બને છે કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, હું સંપૂર્ણ સ્વસ્થ છું અને મારામાં કોઈ લક્ષણો નથી. ડૉક્ટરો અને બીએમસીની સલાહ પ્રમાણે હું હોમ ક્વોરન્ટાઈન થયો છું. ”
નોંધનીય છે કે, મલાઇકા અરોડા અને અર્જૂન કપૂર લાંબા સમયથી રિલેશનશીપમાં છે. બન્ને હંમેશા એકબીજાની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. ફેન્સ મલાઇકા અને અર્જૂનને બહુ જલ્દી સાજા થવાની કામના કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement