Allu Arjun Pushpa 2: રશ્મિકા મંદાનાએ શેર કરી પુષ્પા 2ના સેટની ઈન્સાઈડ તસવીરો, જુઓ
અલ્લુ અર્જુનની પુષ્પાઃ ધ રાઇઝ(Pushpa: The Rise)ને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો. તેની સફળતા પછી, ફિલ્મ નિર્દેશક સુકુમારે (Sukumar)ફિલ્મના આગામી ભાગની જાહેરાત કરી.
Allu Arjun Pushpa 2: અલ્લુ અર્જુનની પુષ્પાઃ ધ રાઇઝ(Pushpa: The Rise)ને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો. તેની સફળતા પછી, ફિલ્મ નિર્દેશક સુકુમારે (Sukumar)ફિલ્મના આગામી ભાગની જાહેરાત કરી. હવે ચાહકો માટે સારા સમાચાર એ છે કે પુષ્પાઃ ધ રૂલનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મના સેટ પરથી શૂટિંગની તસવીરો શેર કરવામાં આવી છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ દર્શકો માટે ખૂબ જ જલ્દી રિલીઝ થશે.
રશ્મિકા મંદન્નાએ ખુશી વ્યક્ત કરી હતી
પુષ્પા ધ રાઇઝમાં મુખ્ય પાત્ર ભજવનાર રશ્મિકા મંદના ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારથી ખૂબ જ ઉત્સાહિત છે. તેણે ટ્વિટર પર પોતાની ખુશી શેર કરી છે. રરશ્મિકાએ શેર કરેલા ફોટોમાં જોઈ શકાય છે કે ફિલ્મની ટીમ કેવી રીતે કામ કરી રહી છે. આ તસવીર કેમેરા પાછળથી લેવામાં આવી છે. આ તસવીર પરથી અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મના કામમાં સહેજ પણ વિલંબ નહીં થાય.
Works of #PushpaTheRule in full flow ❤
— Mythri Movie Makers (@MythriOfficial) October 17, 2022
Icon star @alluarjun, director @aryasukku, celebrity photographer @avigowariker, poster designer @tuneyjohn and the entire team is putting all their efforts to deliver the best 🤙@iamRashmika @ThisIsDSP @SukumarWritings pic.twitter.com/xa9NiKYli5
પુષ્પા ધ રાઇઝમાં અલ્લુ અર્જુનની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેમણે તેમના તેજસ્વી કામ માટે ઘણી પ્રશંસા મેળવી હતી. આ ફિલ્મમાં બોલાયેલા તેમના ડાયલોગ્સ ખૂબ ફેમસ થયા હતા. ખાસ કરીને તેમના બોલાયેલા ડાયલોગ 'ઝુકેગા નહીં'એ ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. આ સાથે રશ્મિકા મંદનાની એક્ટિંગને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. તેણે પોતાની સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી લીધું હતું.
🔥🔥🔥🔥 look at thaaaaat! 🔥 it’s starting y’all 💃🏻 https://t.co/tr8VhuOvO7
— Rashmika Mandanna (@iamRashmika) October 17, 2022
પુષ્પાઃ ધ રાઇઝ(Pushpa: The Rise)નું નિર્દેશન સુકુમાર (Sukumar)દ્વારા કરવામાં આવ્યું હતું અને તેઓ ફિલ્મના આગામી ભાગનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન(Allu Arjun) સાથે રશ્મિકા મંદના(Rashmika Mandanna) લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય થોડા મહિના પહેલા પુષ્પાના મેકર્સે ફિલ્મની આખી ટીમ સાથે પૂજાનું આયોજન પણ કર્યું હતું.