શોધખોળ કરો
Advertisement
બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે લીધી કોરોનાની પહેલી રસી, ક્યાં રહે છે હાલ, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે ઘણાબધા દેશમાં વેક્સિન લેવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. આ અભિનેત્રી દુબઇમાં રહે છે, અને ત્યાં જ તેને વેક્સિન લઇ લીધી છે. આ રીતે શિલ્પા બૉલીવુડની પહેલી અભિનેત્રી બની ગઇ છે જેને વેક્સિન લીધી છે
મુંબઇઃ કોરોના વાયરસની વેક્સિનનો ઇન્તજાર દરેકને છે, દેશમાં પણ વેક્સિન લગાવવાની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. વળી કેટલાય દેશોમાં ઘણાબધા લોકો વેક્સિન લઇ ચૂક્યા છે. બૉલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શિરોડકરે પણ કોરોના વેક્સિન લઇ લીધી છે.
સોશ્યલ મીડિયા પર વેક્સિન લીધા બાદ એક તસવીર પૉસ્ટ કરતા એક્ટ્રેસ શિલ્પા શિરોડકરે ખુદ આ વાતની જાણકારી આપી છે. તેને લખ્યું- વેક્સિન લઇ લીધી છે, અને હવે સુરક્ષિત છું. Thank you UAE.
ઉલ્લેખનીય છે કે ઘણાબધા દેશમાં વેક્સિન લેવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. આ અભિનેત્રી દુબઇમાં રહે છે, અને ત્યાં જ તેને વેક્સિન લઇ લીધી છે. આ રીતે શિલ્પા બૉલીવુડની પહેલી અભિનેત્રી બની ગઇ છે જેને વેક્સિન લીધી છે.
શિલ્પા શિરોડકર પૂર્વ મિસ ઇન્ડિયા નમ્રતા શિરોડકરની મોટી બહેન છે. બન્ને બહેનો એકસાથે મનોરંજનની દુનિયામાં આવી હતી, પરંતુ શિલ્પા ફિલ્મોમાં આવી ગઇ અને નમ્રતા શિરોડકરમાં. શિલ્પા શિરોડકરની ફિલ્મોની વાત કરીએ તો કિશન કન્હૈયા, ત્રિનેત્ર, હમ, દિલ હી તો હૈ, આંખે, પહચાન, ગોપી કિશન, મૃત્યુદંડ જેવી પૉપ્યુલર ફિલ્મોમાં યાદગાર રૉલ કરી ચૂકી છે. તેની છેલ્લી ફિલ્મ ગજ ગામિની હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement