શોધખોળ કરો
Advertisement
છેલ્લા ચાર વર્ષથી આ બિમારીથી પીડાઇ રહી હતી સુષ્મિતા સેન, ઠીક થતાં જ શેર કર્યો વીડિયો
અભિનેત્રીએ કહ્યું કે, તેને દ્રઢ ઇચ્છાશક્તિ અને નાનચક વર્કઆઉટ સેશનથી આ બિમારીને માત આપી છે
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી છેલ્લા ચાર વર્ષથી એડિશન નામની બિમારીથી પીડાઇ રહી હતી, આ વાતનો ખુલાસો ખુદ તેને સોશ્યલ મીડિયા પર કર્યો છે, અભિનેત્રીએ કહ્યું કે, તેને દ્રઢ ઇચ્છાશક્તિ અને નાનચક વર્કઆઉટ સેશનથી આ બિમારીને માત આપી છે.
નાનચક એક માર્શલ આર્ટ હથિયાર છે, જેનો પારંપરિક ઉપયોગ ઓકિનાવાન સ્ટાઇલમાં થાય છે, આમાં બે સ્ટિક હોય છે, જે એક નાની ચેઇને કે રાસના મારફતે જોડાયેલી હોય છે.
અભિનેત્રી સુષ્મિતા સેને યુટ્યૂબ પર એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયો શેર કરતા તેને પોતાની બિમારી વિશે વિસ્તારથી જણાવ્યુ, તેને ખુલાસો કર્યો કે તેને ઇમ્યૂન સંબંધિત એડિસન રોગ થયો હતો.
સુષ્મિતા સેને લખ્યું- સપ્ટેમ્બર 2014થી મને એડિસન બિમારી લાગી છે, જેનાથી શરીરની ઇમ્યૂન સિસ્ટમ ખરાબ થાય છે, મને એવુ લાગી રહ્યુ હતુ કે મારી અંદર હવે હિંમત નથી રહી. એક થાકેલુ શરીર આક્રમકતાથી ભરાઇ ગયુ હતુ. મારી આંખોમાં કાળા ડાઘા પડ્યા હતા. મે ચાર વર્ષ સુધી આ વાતને સહન કરી છે.
અભિનેત્રીએ કહ્યું કે આ એક જુની બિમારી છે, અને મે મારા મગજને મજબૂત કરવા માટે કોશિશ કરી, એક પદ્ધતિ શોધતી હતી જેનાથી શરીર મજબૂત બને, પછી મે નાનચકની સાથે મેડિશન કરવાનુ શરુ કર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement