Urmila Matondkar Covid Positive: બોલીવુડની વધુ એક બોલ્ડ એક્ટ્રેસ આવી કોરોનાની ઝપેટમાં, જાણો વિગત
Urmila Matondkar Covid Positive:ઉર્મિલાએ ટ્વીટ કરીને લખ્યું, મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું હોમ આઈસોલેટ થઈ ગઈ છું.
![Urmila Matondkar Covid Positive: બોલીવુડની વધુ એક બોલ્ડ એક્ટ્રેસ આવી કોરોનાની ઝપેટમાં, જાણો વિગત Actress Urmila matondkar tested corona positive, know in details Urmila Matondkar Covid Positive: બોલીવુડની વધુ એક બોલ્ડ એક્ટ્રેસ આવી કોરોનાની ઝપેટમાં, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/31/c2a51f54146f072c44183cdb3b4bfa24_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Urmila Matondkar Covid Positive: દેશમાં હાલ કોરોનાના કેસ ઘટ્યા છે, મોટાભાગના સેલિબ્રિટીએ કોરોનાના બંને ડોઝ લઈ લીધા છે તેમ છતાં ઝપેટમાં આવી રહ્યા છે. બોલીવુડ એક્ટ્રેસ ઉર્મિલા માંતોડકર કોરોનાની ઝપેટમાં આવી છે. તેણે ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
ઉર્મિલાએ ટ્વીટ કરીને લખ્યું, મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું હોમ આઈસોલેટ થઈ ગઈ છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમના ટેસ્ટ કરાવવાની અપીલ કરું છું. આ ઉપરાંત દિવાળીના તહેરવામાં તમારી જાતનું ધ્યાન રાખજો તેવી મારી વિનંતી છે.
I've tested positive for #COVID19
— Urmila Matondkar (@UrmilaMatondkar) October 31, 2021
I'm fine n have isolated myself in home quarantine. Requesting everyone who came in contact with me to get tested immediately.
Also humbly request all you lovely people to take care of yourselves during the Diwali festivities 🙏😇
દેશમાં એક્ટિવ કેસ 247 દિવસના નીચલા સ્તરે પહોંચ્યા
દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે. રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 12830 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 446 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 247 દિવસના નીચલા સ્તર 1,59,272 પર પહોંચી છે. દેશમાં 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં 7427 નવા કેસ અને 62 લોકોના મોત થયા છે. આમ કેરળમાં દેશના 50 ટકા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 106 કરોડ 14 લાખ 40 હજારથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
- કુલ કેસઃ 3 કરોડ 42 લાખ 73 હજાર 300
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 36 લાખ 55 હજાર 842
- કુલ એક્ટિવ કેસઃ 1 લાખ 59 હજાર 772
- કુલ મોતઃ 4 લાખ 58 હજાર 186
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)