Actress : બિસ્કિટના પેકેટ માટે દિગ્ગજ અભિનેત્રીએ 5 સ્ટાર હોટલ સામે ભીખ માંગેલી
પ્રમોશન દરમિયાન તેણે તેની વ્યાવસાયિક કારકિર્દી સિવાય તેના જીવનની કેટલીક મજાની હકીકતો શેર કરી.
Vidya Balan: અભિનેત્રી વિદ્યા બાલન આ દિવસોમાં તેની અપકમિંગ ક્રાઈમ થ્રિલર ફિલ્મ 'નિયત'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન દરમિયાન તેણે તેની વ્યાવસાયિક કારકિર્દી સિવાય તેના જીવનની કેટલીક મજાની હકીકતો શેર કરી. તેણે કહ્યું હતું કે, એકવાર તેણે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલની સામે ભિખારી તરીકે કામ કર્યું હતું અને તે પણ જીમ જામ બિસ્કીટના વધારાના પેકેટ માટે.
Mashable સાથેના એક ઈન્ટરવ્યુમાં વિદ્યાએ કહ્યું હતું કે- અમારૂ IMG એટલે કે ઈન્ડિયન મ્યુઝિક ગ્રુપ હતું. તેઓ દર વર્ષે શાસ્ત્રીય સંગીત સમારોહ, ભારતીય ઉત્તમ સંગીત સમારોહનું આયોજન કરતા હતા. આ કોન્સર્ટ ત્રણ દિવસ સુધી આખી રાત ચાલતી હતી. તે અદ્ભુત હતી. હું એ જ ઓર્ગેનાઈઝિંગ કમિટીમાં હતી. આમ તો હું એક સ્વયંસેવક હતી. અમે કાર્યક્રમના આયોજનમાં મદદ કરતા અને રાત્રે જ્યારે શો પૂરો થતો ત્યારે અમે નરીમાન પોઈન્ટ પર ફરવા જતા.
ચેલેન્જ પુરી કરવા માટે વિદ્યા ભિખારી બની ગઈ
તેણે આગળ કહ્યું હતું કે - એકવાર મને એક ચેલેન્જ આપવામાં આવી. તેણે મને ઓબેરોય-ધ પામ્સ ખાતેની કોફી શોપનો દરવાજો ખટખટાવીને ખાવાનું માંગવા કહ્યું. હું એક અભિનેત્રી હતી, તેઓ આ જાણતા ન હતા. હું દરવાજો ખખડાવતી રહી. બધાને ચીડ આવવા લાગી. મેં ઘણી વાર દરવાજો ખખડાવ્યો. હું કહેતી રહી - પ્લીઝ, મને ભૂખ લાગી છે. ગઈકાલથી મેં કંઈ ખાધું નથી. થોડી વાર પછી એ લોકો બીજી દિશામાં જોવા લાગ્યા. આ જોઈ મારો મિત્ર શરમાઈ ગયો અને મને પાછા આવી જવા કહ્યું. જોકે હું શરત જીતી ગઈ હતી.
View this post on Instagram
જિમ જામ બિસ્કિટ પ્રત્યેના તેના પ્રેમનું વર્ણન કરતાં વિદ્યાએ કહ્યું હતું કે- તે પડકાર જિમ જામ બિસ્કિટ માટે હતો. કોન્સર્ટ માટે અમારું સ્પોન્સર બ્રિટાનિયા હતું અને અમારી પાસે ઘણા બધા બિસ્કિટ હતા. પરંતુ મેં કહ્યું હતું કે, જો હું જીતીશ તો મને જિમ જામનું વધારાનું પેકેટ મળશે અને મને તે મળ્યું પણ.
નિયતની સ્ટાર કાસ્ટ
'નિયત'ની વાત કરીએ તો તેનું નિર્દેશન અનુ મેનન દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં વિદ્યા સાથે રામ કપૂર, રાહુલ બોઝ, નીરજ કબી, શહાના ગોસ્વામી, અમૃતા પુરી, દીપન્નીતા શર્મા અને નિક્કી વાલિયા પણ છે.