શોધખોળ કરો
Advertisement
લેસબિયન બની આ હૉટ એક્ટ્રેસ, બોલી- જો સમાજ સાથ નહીં આપે તો.........
આ ફિલ્મ મેનહટ્ટનમાં સાઉથ એશિયન ફેસ્ટિવલમાં 22 નવેમ્બરે બતાવવામાં આવશે
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ઝરીન ખાન હવે લેસબિયનની ભૂમિકામાં દેખાવવાની છે. તે પોતાની અપકમિંગ ફિલ્મ 'હમ ભી અકેલે તુમ ભી અકેલે'માં એક સમલૈંગિકના રૉલમાં છે. એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનુ પૉસ્ટર પણ શેર કર્યુ છે.
એક્ટ્રેસ ઝરીન ખાને આ રૉલને લઇને માને છે કે, સિનેમાનો ઉપયોગ જુની પેઢીને આ મુદ્દા પર સહજતાથી વાત કરવા માટે કરવામાં આવવો જોઇએ. તેને આ ફિલ્મને લઇને કહ્યું કે, જો સમાજ સાથ નહીં આપે તો તેઓ આઝાદ થઇને કેવી રીતે ફરી શકશે.
ઝરીને ફિલ્મને લઇને કહ્યું કે, આ ફિલ્મની સ્ટૉરી સાંભળીને મને લાગ્યુ કે ફિલ્મોમાં આવવા માટે આ સ્ટૉરી કેટલી મહત્વની છે. કલમ 377ને કોર્ટે માન્ય ગણી છે, પણ સમાજ અને આપણા મા-બાપની પેઢી આને સ્વીકારવા તૈયાર નથી. સમલૈંગિક આપણી બધાની જેમ જ સામાન્ય છે. આ માત્ર એક યૌન ઓરિએન્ટેશન છે બીજુ કંઇજ નથી. યુવા પેઢી આને લઇને હવે વાત કરવા લાગી છે. જો સમાજ તેને સમર્થન નહીં આપે તો તે કેવી રીતે આઝાદીથી જીવશે?
નોંધનીય છે કે, ફિલ્મની કહાની બે સમલૈંગિક પાત્રોની આજુબાજુ ફરે છે. જેમાં ઝરીન અને અંશુમન ઝા બન્ને સમલૈગિક છે. ઝા ફિલ્મ નિર્માતા છે અને હરીશ વ્યાસ આના નિર્દેશક છે. આ ફિલ્મ મેનહટ્ટનમાં સાઉથ એશિયન ફેસ્ટિવલમાં 22 નવેમ્બરે બતાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement