![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આલિયા-રણબીર કપૂરના ંલગ્નની તારીખ થઈ જાહેરાત. જાણો બંને ક્યારે અને ક્યાં કરશે લગ્ન ?
રણબીર કપુરે પોતાના એક જુના ઈન્ટરવ્યું કહ્યું હતું કે, જો કોરોના મહામારી ના આવી હોત તો, તેઓ આલિયા ભટ્ટ સાથે 2021ના એપ્રિલ મહિનામાં જ લગ્ન કરી લીધા હોત.
![આલિયા-રણબીર કપૂરના ંલગ્નની તારીખ થઈ જાહેરાત. જાણો બંને ક્યારે અને ક્યાં કરશે લગ્ન ? Actresss alia bhatt and actor ranbir kapoor will marry in october after brahmastra release આલિયા-રણબીર કપૂરના ંલગ્નની તારીખ થઈ જાહેરાત. જાણો બંને ક્યારે અને ક્યાં કરશે લગ્ન ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/6f4b46bacaba0a8e1780b7d73ea6d493_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બોલીવુડ એક્ટર્સ આલિયા ભટ્ટ અને રણબીર કપુરના લગ્નની ચર્ચા એક વાર ફરીથી શરુ થઈ છે. આલિયા અને રણબીર બંનેના ચાહકો ઈચ્છે છે કે તેમના લગ્ન જલ્દી થઈ જાય પણ ચાહકોને અત્યાર સુધી આ વાત પર નિરાશા જ મળી રહી હતી. આલિયાએ હમણાં જ એક ઈંટરવ્યુમાં કહ્યું હતું કે, તે મનો મન રણબીરથી લગ્ન કરી ચુકી છે. આ સમાચારથી બંનના ચાહકો ખુશ થયા હતા. અત્યારે મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે, રણબીર અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રની રિલીઝ પછી તરત જ લગ્ન કરી શકે છે.
લગ્ન ઓક્ટોમ્બર 2022માં થઈ શકેઃ
આલિયા ભટ્ટ અને રણબીર કપુરના લગ્નની તારીખને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. આ પહેલાં રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે, બોલીવુડનું આ ક્યુટ કપલ ડિસેમ્બર 2022માં સાત ફેરા લઈ લેશે. હવે ઈ-ટાઈમ્સના નવા રિપોર્ટ્સનું માનીએ તો રણબીર કપુર અને આલિયા ભટ્ટ ડિસેમ્બર નહી પણ ઓક્ટોમ્બર 2022માં જ લગ્ન કરી લેશે. જો કે, આ અંગે રણબીર અને આલીયા તરફથી કોઈ જાણકારી નથી આપવામાં આવી.
View this post on Instagram
મનો મન લગ્ન કર્યાઃ
રણબીર કપુરે પોતાના એક જુના ઈન્ટરવ્યું કહ્યું હતું કે, જો કોરોના મહામારી ના આવી હોત તો, તેઓ આલિયા ભટ્ટ સાથે 2021ના એપ્રિલ મહિનામાં જ લગ્ન કરી લીધા હોત. થોડા સમય પહેલાં આલિયા ભટ્ટને રણબીર સાથે લગ્નને લઈને એક પ્રશ્ન પુછવામાં આવ્યો હતો, જેમાં આલિયાએ કહ્યું હતું કે, મેં મનથી રણબીર સાથે લગ્ન કરી લીધા છે. હકીકતમાં મેં ઘણા સમય પહેલાં જ રણબીર સાથે મનથી લગ્ન કરી લીધા છે. બધુ હોવાનું એક કારણ હોય છે, જ્યારે અમે લગ્ન કરીશું ત્યારે સારી રીતે બધાને ખબર પડશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)