(Source: ECI/ABP News/ABP Majha)
Raj Kundra Case: રાજ કુન્દ્રાએ અમદાવાદી યુવકને શું લાલચ આપીને ચૂનો લગાડ્યો ? પોલીસ ફરિયાદમાં બીજો શું કર્યો ઉલ્લેખ
આ પોલીસ ફરિયામાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે ગુજરાત સાયબર ડિપાર્મેન્ટમાં આ અંગે 2019માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ તેમ છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
મુંબઈ: પોર્ન વીડિયો કેસમાં રાજ કુન્દ્રા 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં છે. જેમે જેમ કેસની તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ આ કેસને લગતા નવા નવા નામોનો ખુલાસો થઇ રહ્યો છે. આ દરમિયાન અમદાવાદના એક ટ્રેડરે પણ મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને સાયબર પોલીસમાં રાજ કુંદ્રા સામે ફરિયાદ નોંધાવી છે.
શું આપી હતી લાલચ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, રાજુ કુન્દ્રાની કંપનીએ તેમને મેસેજ કરીને ઓનલાઈન ક્રિકેટ સ્કીલ બેસ ગેમની લાલચ આપીને ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ પોલીસ ફરિયાદની ખરાઈ કરી રહી છે અને તે બાદ યોગ્ય કાર્યવાહી કરાશે. અમદાવાદના હિરેન પરમાર નામના વ્યક્તિએ ઓનલાઈન ફાઈલ કરેલી કમ્પલેન મુજબ વિઆન ઈન્ડસ્ટ્રીઝે તેમને ગેમ ઓફ ડોટના ડિસ્ટ્રીબ્યૂટર બનાવવાનું વચન આપ્યું હતું. જોકે કંપનીએ તેનું વચન પાળ્યું નહોતું અને જે બાદ તેણે રોકાણ કરેલા ત્રણ લાખની માંગણી કરતાં કોઈ જવાબ આપવામાં આવતો નહોતો.
ગુજરાત સાયબર ડિપાર્મેન્ટમાં પણ નોંધાવી ફરિયાદ
આ પોલીસ ફરિયામાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે ગુજરાત સાયબર ડિપાર્મેન્ટમાં આ અંગે 2019માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ તેમ છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી. હિરેન પરમારે એવો પણ આક્ષેપ કર્યો છે કે તેની જેમ અન્ય લોકને પણ કરોડો રૂપિયાનો ચૂનો કંપનીએ લગાવ્યો છે.
અત્યાર સુધીમાં કેટલા લોકોની થઈ છે ધરપકડ
મુંબઈ પોલીસે અત્યાર સુધી રાજ કુન્દ્રા સહિત 10 લોકોની પોર્નોગ્રાફી મામલામાં ધરપકડ કરી છે. આ લોકો ફિલ્મના નિર્માણ અને તેને પ્રસારિત કરવા સાથે સંડોવાયેલા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ પોલીસના સાયબર સેલે આ મામલે કેસ દાખલ કર્યો હતો. રાજ કુન્દ્રા પર આરોપ છે કે તેમણે લંડનની એક કંપની સાથે ગઠબંધન કર્યું હતું, જે એક મોબાઇલ એપ હોટશોટ્સના માધ્યમથી અશ્લીલ કન્ટેન્ટ સ્ટ્રીમિંગમાં સામેલ હતી.