શોધખોળ કરો
'તાનાજી'નું તાબડતોડ કલેક્શન, છઠ્ઠા અઠવાડિયે પણ કરી આટલી અધધધ કમાણી........
ફિલ્મ ટ્રેડના જાણકાર તરણ આદર્શે આની કમાણીના આંકડા શેર કર્યા છે. ફિલ્મમાં અજય દેવગનની દમદાર એક્શન જોવા મળી છે

મુંબઇઃ અજય દેવગનની ફિલ્મ 'તાનાજીઃ ધ અનસંગ વૉરિયર'ને થિયેટરોમાં રિલીઝ થયે છ અઠવાડિયા થઇ ચૂક્યા છે. પણ કમાણીના મામલે હજુ પણ અકબંધ છે, તાનાજી હાલ અનેક રેકોર્ડ તોડી રહી છે. આને છઠ્ઠા અઠવાડિયાના વીકેન્ડ પર ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
'તાનાજી'માં અજય દેવગન મુખ્ય ભૂમિકામાં છે, ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન અને કાજોલ મુખ્ય રૉલમાં છે. ફિલ્મ ટ્રેડના જાણકાર તરણ આદર્શે આની કમાણીના આંકડા શેર કર્યા છે. ફિલ્મમાં અજય દેવગનની દમદાર એક્શન જોવા મળી છે.
તારણ આદર્શના ટ્વીટ પ્રમાણે, 'તાનાજી'એ છઠ્ઠા અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે શુક્રવારે 63 લાખ રૂપિયા, શનિવારે 97 લાખ રૂપિયા અને રવિવારે 1.40 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી છે. આની સાથે ફિલ્મની કુલ કમાણી 272.9 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે.
અજય દેવગનની આ ફિલ્મ તાનાજી માલુસરેના જીવન પર આધારિત છે. તાનાજી માલુસરે મરાઠા સરદાર અને છત્રપતિ શિવાજીના ખાસ માણસ હતા. ફિલ્મ 10 જાન્યુઆરી, 2020ના દિવસે રિલીઝ થઇ હતી.


વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
