શોધખોળ કરો
Advertisement
અક્ષય કુમારની 'લક્ષ્મી બૉમ્બ' ઓટીટી પ્લેટફોર્મ પર થશે રિલીઝ, જાણો કેટલા કરોડમાં વેચાયા રાઇટ્સ?
રિપોર્ટ છે કે, અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ 'લક્ષ્મી બૉમ્બ' હવે હૉટસ્ટાર પર ડિજીટલી રિલીઝ થશે. વળી અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ ગુલાબો સિતાબો પણ જલ્દી ડિજીટલ પ્રીમિયર થવાની છે
નવી દિલ્હીઃ લૉકડાઉનના કારણે કેટલીય ફિલ્મો સિનેમાઘરોથી દુર છે, તો વળી કેટલાકના શૂટિંગ અટકેલા છે. કેટલીક ફિલ્મો આ બધાની વચ્ચે હવે ત્રીજો રસ્તો એટલે કે ઓટીટી - ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. કેટલાક ફિલ્મ નિર્માતાઓને લૉકડાઉનમાં આ રસ્તો સારો લાગી રહ્યો છે. એક વેબસાઇટ અનુસાર હવે અક્ષય કુમારની 'લક્ષ્મી બૉમ્બ' પણ ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
રિપોર્ટ છે કે, અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ 'લક્ષ્મી બૉમ્બ' હવે હૉટસ્ટાર પર ડિજીટલી રિલીઝ થશે. વળી અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ ગુલાબો સિતાબો પણ જલ્દી ડિજીટલ પ્રીમિયર થવાની છે.
પિંકવિલાની એક રિપોર્ટ અનુસાર, અક્ષયની ફિલ્મ 'લક્ષ્મી બૉમ્બ'ને ડિજીટલ રિલીઝ માટે એક તગડી રકમ સાથે વેચવામાં આવી છે. એક ટ્રેડ એનાલિસ્ટે આ સમાચારની પુષ્ટી કરી છે અને કહ્યું , આ સાચુ છે કે ફિલ્મનુ હવે હૉટસ્ટાર પર પ્રીમિયર થશે. ફિલ્મ ઓનલાઇન રિલીઝ થશે. જોકે, ફિલ્મ 'લક્ષ્મી બૉમ્બ'ની ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની સત્તાવાર જાહેરાત હજુ નથી કરવામાં આવી. રિપોર્ટ પ્રમાણે ફિલ્મના કેટલાક ભાગોનુ પૉસ્ટ પ્રૉડક્શનનુ કામ હજુ બાકી છે.
રિપોર્ટમાં તે આંકડાઓનો પણ ઉલ્લેખ કરાયો છે, જેમાં ફિલ્મના ડિજીટલ રાઇડ્સ વેચવામાં આવ્યા છે. ટ્રેડ એનાલિસ્ટે કહ્યું - સામાન્ય રીતે એક મોટી ફિલ્મના ડિજીટલ રાઇડ્સ વધુમાં વધુ 60-70 કરોડ રૂપિયાની રેકોર્ડ કિંમત પર વેચવામાં આવે છે, પણ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ ના થઇને સીધો ડિજીટલી રિલીઝ થશે, એટલા માટે તેને આ ફિલ્મ માટે એક તગડી રકમ મેળવી છે.
'લક્ષ્મી બૉમ્બ' સલમાન ખાનની ફિલ્મ રાધેઃ યૉર મૉસ્ટ વૉન્ટેડ ભાઇની સાથે સિનમાઘરોમાં રિલીઝ થવાની હતી, ફિલ્મ 'લક્ષ્મી બૉમ્બ'ને ઓટીટી પ્લેટફોર્મ પર 125 કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 'લક્ષ્મી બૉમ્બ' કૉમેડી હૉરર ફિલ્મ છે, અને 22 મેએ રિલીઝ થવાની હતી. જોકે લૉકડાઉનના કારણે આ શક્ય ના બની શક્યુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion